ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal પંથકમાં 3 મહિનાથી ખેડુતોને રંજાડતા દિપડાને ફોરેસ્ટ વિભાગે પિંજરે પુર્યો, લોકોએ લીધો રાહતનો શ્વાસ

Gondal: ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ મંદિર પાસે પિંજરુ ગોઠવી રેસ્ક્યુ કરતા ખૂંખાર દિપડો પાંજરે પુરાયો હતો.
02:42 PM Feb 25, 2025 IST | VIMAL PRAJAPATI
Gondal: ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ મંદિર પાસે પિંજરુ ગોઠવી રેસ્ક્યુ કરતા ખૂંખાર દિપડો પાંજરે પુરાયો હતો.
Gondal
  1. ગોંડલ પંથકમાં સિંહ બાદ હવે દિપડાએ ધામા નાખ્યા
  2. ગોંડલના ગુંદાસરા ગામ નજીક ખૂંખાર દીપડાએ ધામા નાખ્યા
  3. ફોરેસ્ટ વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરે પુરીને રાહતનો શ્વાસ લીધો

Gondal: ગોંડલ તાલુકાના ગોંડલ સીમ પંથક માં ત્રણ મહીનાથી દિપડાના આટાફેરા વધ્યા હોય ખેડુતો ભયભીત બન્યા હતા. ત્યારે ખૂંખાર દીપડો કેશવાળા, દેરડી , બિલડી સીમવિસ્તાર થઈ ગુંદાસરા અરડોઈ રોડ પર આવેલ પંચમુખી હનુમાનજીના મંદિર પાસે છેલ્લા ત્રણ દિવસથી દીપડો દેખાતા આસપાસના વિસ્તારના લોકો ભયભીત બન્યા હતા. ફોરેસ્ટ વિભાગ (Forest Department)ને જાણ કરાતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઈને છેલ્લા ત્રણ દિવસથી દીપડાને ટ્રેક કરી પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: Patan: 100 કરતાં વધુ ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો, 108 એમ્બ્યુલન્સ બની આશીર્વાદરૂપ

ત્રણ મહિનાથી દીપડાના આટાફેરાથી લોકો ભયભીત બન્યા

રાઉન્ડ ફોરેસ્ટર એચ.એમ. જાડેજાએ જણાવ્યુ કે ગત રાત્રીના દિપડાએ રોજડાનું મારણ કરી બાદમાં પંચમુખી હનુમાનજી મંદિરમાં ઘુસ્યો હતો. ગુંદાસરા ગામના સરપંચએ ફોરેસ્ટ વિભાગ (Forest Department)ને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને મંદિર નજીક રેલ્વે લાઈન પસાર થતી હોય ટ્રેન હડફેટથી દિપડાને બચાવવા ખાસ કરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું. ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ મંદિર પાસે પિંજરુ ગોઠવી રેસ્ક્યુ કરતા ખૂંખાર દિપડો પાંજરે પુરાયો હતો.

આ પણ વાંચો: પુત્રોની દાદાગીરી મુદ્દે 'જય શ્રીરામ' બોલી મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં ચાલતી પકડી

દીપડાને સાસણ નજીક જંગલમાં છૂટો મુકવામાં આવશે

ગોંડલના ગુંદાસરા અને અરડોઈ વચ્ચે ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ કરી દિપડાને પાંજરે પૂર્યો હતો. મોડી રાતે પિંજરામાં પુરાયેલા દિપડાને ગોંડલ ફોરેસ્ટ ઓફિસે લવાયો હતો.બાદમાં સાસણ નજીક જંગલમાં તેને છુટ્ટો મુકવામાં આવશે. કેટલાક દિવસ થી દિપડાએ ગુંદાસરા નજીક ધામા નાખ્યા હોય RFO ડી.એલ.જાડેજા, રાઉન્ડ ફોરેસ્ટર એચ.એમ.જાડેજા સહિત ફોરેસ્ટ ટીમ દિપડાનું પગેરુ દબાવી પાંજરે પૂરતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
forest departmentforest department Newsforest department Rajkotgondal newsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsleopard harassingRAJKOTRajkot Forest Department
Next Article