"લોકો માટે લડવું એ ગુંડાગીરી નહીં, પણ ક્ષત્રિય ધર્મ" પૂર્વ ધારાસભ્ય Jayrajsinh Jadeja ની ગર્જના
- મોવિયામાં ભાજપની સભામાં પૂર્વ ધારાસભ્ય Jayrajsinh Jadeja ની ગર્જના
- લોકો માટે લડવાને ગુંડાગીરી નહીં પણ ધર્મ અને સ્વાભિમાન ગણાવ્યું
- પોતાની કે પુત્ર દ્વારા કોઈ જમીન દબાવી ન હોવાની સ્પષ્ટતા કરી
- સરપંચો પાસે સોગંદ લેવડાવી સાબિત કર્યું કે ગ્રાન્ટ માટે ક્યારેય લાંચ માંગી નથી
- વિરોધીઓના તમામ ભ્રષ્ટાચારના આક્ષેપોને સખત શબ્દોમાં નકાર્યા
Jayrajsinh Jadeja Gondal: ગોંડલ (Gondal) તાલુકાના મોવિયા ગામે આયોજિત ભાજપની જંગી સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) એ વિરોધીઓ દ્વારા કરવામાં આવતા આક્ષેપો પર (Allegations) આકરો પલટવાર કર્યો હતો. તેમણે વિરોધીઓને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નો માટે મેદાનમાં ઉતરવું કે અન્યાય સામે લડવું એ ગુંડાગીરી નથી, પરંતુ તે અમારો ક્ષત્રિય ધર્મ (Duty of Kshatriya) અને સ્વાભિમાનની લડાઈ છે.
જમીન દબાણ અને ભ્રષ્ટાચાર પર Jayrajsinh Jadeja ની સ્પષ્ટતા
પોતાની અને પરિવારની છબી ખરડાવવાના પ્રયાસો સામે લાલઘૂમ થતા જયરાજસિંહે ગર્જના કરી હતી કે, "મેં કે મારા પુત્રએ ક્યારેય કોઈની એક ઇંચ જમીન દબાવી (Land Grabbing) નથી કે કોઈ પાસેથી લાંચ લીધી નથી." તેમણે વિરોધીઓના તમામ આક્ષેપોને પાયાવિહોણા (Baseless) ગણાવ્યા હતા અને પડકાર ફેંક્યો હતો કે સ્વાભિમાનની લડાઈને ગુંડાગીરીમાં ખપાવનારાઓ વાસ્તવિકતાથી અજાણ છે.
Jayrajsinh Jadeja Gondal : ગોંડલના મોવિયામાં જયરાજસિંહ જાડેજાના પ્રહાર | Gujarat First
"લોકો માટે લડવું એ ગુંડાગીરી નહીં, પણ ક્ષત્રિય ધર્મ"
''સ્વાભિમાનની લડાઈને ગુંડાગીરી ન ગણે છે વિરોધી''
"મેં કે મારા પુત્રએ ક્યારેય કોઈની જમીન દબાવી નથી"
ભ્રષ્ટાચારના આક્ષેપો પર જયરાજસિંહનો આકરો… pic.twitter.com/rlQuzcpS7B— Gujarat First (@GujaratFirst) April 23, 2026
સરપંચો પાસે 'બાવાજી બાપુના સોગંદ' ખવડાવ્યા
સભા દરમિયાન એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં જયરાજસિંહ જાડેજાએ હાજર રહેલા સરપંચોને (Sarpanchs) સંબોધતા 'બાવાજી બાપુના સોગંદ' ખવડાવ્યા હતા. તેમણે સરપંચો પાસે સાક્ષી પુરાવી હતી કે, ભાજપના શાસનમાં ગામના વિકાસ માટે આવતી ગ્રાન્ટ (Government Grant) મેળવવા માટે તેમની પાસે ક્યારેય એક પણ રૂપિયો લાંચ પેટે (Bribe) માંગવામાં આવ્યો નથી.
આમ, મોવિયાની આ સભા દ્વારા જયરાજસિંહ જાડેજાએ ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને પોતાની નિષ્કલંક છબી રજૂ કરી આગામી રાજકીય રણનીતિના (Political Strategy) સંકેત આપ્યા હતા.
આ પણ વાંચો: Junagadh Politics: માળિયા હાટીનામાં પૂર્વ સરપંચ સહિત 50 કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો


