Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gonal: રીબડાના યુવકની આત્મહત્યા મુદ્દે રાજકીય ઘમાસાણ, ગણેશ ગોંડલે આપી શ્રદ્ધાંજલિ

ગત રોજ રીબડાના યુવક અમિત ખુંટ (Amit Khunt) એ આત્મહત્યા કરી હતી. આ આપઘાત મુદ્દે રાજકોટ રાજકારણ ગરમાયું હતું. આજે મૃતક યુવાનને ગણેશ ગોંડલ (Ganesh Gondal) એ શ્રદ્ધાંજલિ પાઠવી છે તો બીજી તરફ યુવકના પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. વાંચો વિગતવાર.
gonal  રીબડાના યુવકની આત્મહત્યા મુદ્દે રાજકીય ઘમાસાણ  ગણેશ ગોંડલે આપી શ્રદ્ધાંજલિ
Advertisement
  • રીબડાના અમિત ખુંટની આત્મહત્યા મુદ્દે રાજકીય ઘમાસાણ
  • ગણેશ ગોંડલે સોશિયલ મીડિયામાં પાઠવી શ્રદ્ધાંજલિ
  • ગણેશ ગોંડલે મૃતકને ગણાવ્યો શહીદ

Gonal: રીબડાના યુવક Amit Khunt એ ગઈકાલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ રાજકોટનું રાજકારણ ગરમાયું હતું. આ આત્મહત્યા બાદ જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) એ પરિવારજનોને રુબરુમાં મળીને સાંત્વના પાઠવી હતી. આજે ગણેશ ગોંડલ (Ganesh Gondal) એ એક પોસ્ટ કરીને મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પોસ્ટમાં લખ્યું છે કે, સમસ્ત રીબડા ગામને આઝાદી અપાવનાર વીર શહીદ અમિત ખુંટને શ્રદ્ધાંજલિ. બીજી તરફ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે.

ગણેશ ગોંડલે પાઠવી શ્રદ્ધાંજલિ

ગઈકાલે ગોંડલના રીબડાના યુવક અમિત ખુંટે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આત્મહત્યા મુદ્દે રાજકીય ઘમાસાણ મચી ગયું છે. ગઈકાલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય Jayarajsinh Jadeja એ મૃતકના પરિવારજનોને રુબરુ મળીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે Ganesh Gondal એ રીબડાના મૃતક યુવકને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેમાં મૃતક યુવકને શહીદ ગણાવવામાં આવ્યો છે. ગણેશ ગોંડલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જેમાં લખ્યું છે કે, સમસ્ત રીબડા ગામને આઝાદી અપાવનાર વીર શહીદ અમિત ખુંટ (Amit Khunt) ને શ્રદ્ધાંજલિ.

Advertisement

આ પણ વાંચોઃ VADODARA : રૂપારેલ કાંસ પરના દબાણોનો સફાયો કરતી પાલિકા

Advertisement

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર

ગઈકાલે રીબડાના યુવક અમિત ખુંટે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જો કે હજૂ સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહ પાસેથી મળેલ સ્યુસાઈડ નોટ (Suicide Note) માં અનિરુદ્ધસિંહ (Aniruddha Singh) અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા (Rajdeep Singh) ના નામ હતા. આ બંને સહિત કુલ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે પરિવારજનોની માગણી છે કે આરોપી પકડાશે નહિ ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરીશું નહીં. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકત્ર થયા છે.

આ પણ વાંચોઃ  Ahmedabad : વક્ફ સંપતિમાં ગેરકાયદે વહીવટને લઈ મોટી કાર્યવાહી

Tags :
Advertisement

.

×