Gondal : પાટીદળ ગામનાં મકાનમાંથી વિદેશી દારૂની 350 પેટી મળી, 26 લાખનો મુદ્દામાલ જપ્ત
- રાજકોટ રૂરલ LCB પોલીસની મોટી કાર્યવાહી (Gondal)
- પાટીદળ ગામમાં પડતર મકાનમાંથી વિદેશી દારૂની 350 પેટીઓ મળી
- દારૂનાં જથ્થા સહિત કુલ રૂ. 26,03,208/- નો મુદ્દામાલ જપ્ત
31 ડિસેમ્બર નજીક આવતા જ રજાઓની મજા માળવાનાં ફિરાકમાં રહેતા બુટલેગરો અને નશાખોરો સક્રિય બનતા હોય છે અને દારૂની હેરાફેરી શરૂ થતી હોય છે. ત્યારે, શિયાળાની કડકડતી ઠંડીમાં રૂરલ LCB પોલીસે બુટલેગરોની ઠંડી ઉડાડી હતી. ગોંડલ (Gondal) તાલુકાના પાટીદળ ગામમાં પડતર મકાનમાંથી રાજકોટ રૂરલ LCB એ 350 વિદેશી દારૂની પેટીઓ સાથે રૂ. 26 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો - Kutch : પોલીસને પડકાર! જાહેરમાં બૂમો પાડીને દારૂ વેચતા બુટલેગરનો Video વાઇરલ
350 પેટીઓમાંથી 6792 નાની-મોટી બોટલો મળી
રાજકોટ રૂરલ LCB ના (Rajkot Rural LCB Police) PI વી.વી.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. ગોહિલ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રૂરલ LCB નાં હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ અને પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમાને મળેલ ખાનગી બાતમીનાં આધારે ગોંડલ તાલુકાનાં (Gondal) પાટીદળ ગામમાં હાઈબોન્ડ જવાનાં રસ્તે 100 વારિયા પ્લોટ વિસ્તારમાં આવેલ પડતર મકાનમાં અજય ઉર્ફે પંકજ જેન્તીભાઈ મકવાણા (રહે. પાટીદળ ગામ) એ વેચાણ અર્થે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો, જેથી રેઈડ કરી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 350 પેટીઓ 6792 નાની મોટી બોટલો સહિત કુલ રૂ. 26,03,208/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે અજય ઉર્ફે પંકજ જેન્તીભાઈ મકવાણા રહે. પાટીદળ ગામવાળાને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : MLAs ની પોલીસ કમિશનર સાથે મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા!
LCB બ્રાન્ચનો સ્ટાફ કામગીરીમાં જોડાયો
આ કામગીરીમાં રાજકોટ રૂરલ LCB (Rajkot Rural LCB Police) PI વી.વી. ઓડેદરા, PSI એચ.સી.ગોહિલ, કે.એમ.ચાવડા, ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, રસિકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા, દિલીપસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા સહિત નો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Junagadh : મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વિવાદ અંગે વ્યાસનિવાસ ટ્રસ્ટ બ્રહ્મસમાજનો મોટો ખુલાસો!