Gondal : વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, Video બનાવી ગંભીર આક્ષેપ કર્યા
- વ્યાજખોરોનાં ત્રાસથી ગુંદાસરાનાં યુવાનનો આપઘાતનો પ્રયાસ (Gondal)
- આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો, સુસાઇડ નોટ પણ લખી
- વીડિયો અને સુસાઇડ નોટમાં વ્યાજખોરો પર લગાવ્યા ગંભીર આક્ષેપ
- તાલુકા પોલીસની સમજાવટથી યુવાનનો જીવ બચ્યો
- વ્યાજખોરો સામે ફરિયાદ કરી, પોલીસે બે ને જડપ્યા, એક ફરાર
રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકાના (Gondal) ગુંદાસરા રહેતા યુવાને ત્રણ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજખોરો દ્વારા ધાકધમકી સાથે માનસિક ત્રાસ આપવામાં આવતા યુવાને 'હું આ લોકોનાં ત્રાસથી આપઘાત કરવા જાઉ છું.' તેવો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા તાલુકા પોલીસે તુરંત સતર્કતા દાખવી ગુંદાસરા પહોંચી યુવાન સાથે સમજણથી કામ લઇ જીવ બચાવ્યો હતો અને યુવાનની ફરિયાદનાં આધારે બે વ્યાજખોરને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat Rian: ચોમાસાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી
ગુંદાસરાનાં યુવાને આપઘાતનાં પ્રયાસ પહેલા વીડિયો બનાવ્યો
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ કેશોદનાં (Keshod) કારવાણી ગામનાં અને 5 વર્ષથી ગુંદાસરા રહેતા રાકેશ કિરીટભાઇ ઓઝા (ઉં.41) નામનાં યુવાને સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરી જણાવ્યું હતું કે, 'હું માનસિક રીતે કંટાળી ગયો છું મને વ્યાજવાળાઓનું બહું દબાણ આવે છે. એટલે કંટાળીને આપઘાત કરવા જાઉ છું. મેં શાપર વેરાવળનાં ચિરાગ ઘોડાસરા પાસેથી 30 ટકા વ્યાજે રુ. 2 લાખ લીધા હતા. બીજા ઓમનગર સર્કલ ચાલીસ ફૂટ રોડ રાજકોટ (Rajkot) રહેતા શક્તિસિંહ હરીસિંહ ચાવડા પાસેથી 5 ટકા વ્યાજે રુ. 1 લાખ લીધા હતા અને ત્રીજા ગુંદાસરાની (Gundasara) અવંતિકા સોસાયટીમાં રહેતા મંડપ સર્વિસ વાળા કેતન ઊર્ફે લાલાભાઇ મહેતા પાસેથી 40 હજાર લીધા હતા. મેં મારું મકાન વેંચી વ્યાજ ચૂંકવ્યું હોવા છતાં વારંવાર ઘરે આવી કે ફોન પર મને અને મારા ભાઈ તથા પરિવારને પૈસા અને વ્યાજ માટે ધાકધમકી આપે છે આથી હું આપઘાત કરું છું.'
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યનાં રમત ગમત મંત્રી લંડનની મુલાકાતે, કોમનવેલ્થ ગેમ્સને લઈ યોજાઈ બેઠક
પોલીસે બે વ્યાજખોર ને જડપી લીધા, એક ફરાર
યુવાને વાઇરલ વીડિયોમાં (Viral Video) વધુમાં કહ્યું કે, 'મારા ગયા પછી પોલીસ મારા પરિવારને હેરાન ના કરે અને આ ત્રણેયને સજા આપે.' સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા યુવાનના વીડિયો અંગે તાલુકા PI એ.ડી.પરમારને જાણ થતાં પોલીસ ટીમ (Gondal Police) સાથે ગુંદાસરા દોડી જઇ રાકેશને સમજાવી તેની ફરિયાદ લઇ વ્યાજખોર શક્તિસિંહ હરીસિંહ ચાવડા તથા કેતન ઊર્ફે લાલાભાઇને જડપી લઇ નાશી છૂટેલા ચિરાગ ઘોડાસરાને જડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Gujarat High Court Bomb threat: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો