Rajkot: AAP મહિલા નેતા Jigisha Patel પર કોણે કર્યો જીવલેણ હુમલો?
- Jigisha Patel પર ગોંડલમાં જીવલેણ હુમલો
- અજાણ્યા લોકોએ કર્યો ઘાતકી હુમલો
- જીગીશા પટેલ જે ગાડીમાં સવાર હતા તેના કાચ તો઼ડ્યા
- જીગીશા પટેલને હોસ્પિટલમાં ખસેડાયા
Attack on Jigisha Patel: ગોંડલ (Gondal) શહેરના ઘોઘવદર રોડ પર આવેલી સરગમ પાર્ક સોસાયટી (Sargam Park Society) માં આજે ભારે તંગદિલી સર્જાઈ હતી. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party - AAP) ના મહિલા નેતા જીગીશા પટેલ (Jigisha Patel) ને સ્થાનિક મહિલાઓ દ્વારા પાણી, ખરાબ રોડ-રસ્તા અને કચરાના નિકાલ જેવા પાયાના પ્રશ્નો અંગે ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. જીગીશા પટેલ લોકપ્રશ્નો સાંભળવા અને સ્થળ સ્થિતિનો તાગ મેળવવા માટે સોસાયટીમાં પહોંચ્યા હતા.
અચાનક થયેલો પથ્થરમારો અને હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે જીગીશા પટેલ સોસાયટીની મહિલાઓની રજૂઆતો સાંભળી રહ્યા હતા, ત્યારે અચાનક વાતાવરણ તંગ બની ગયું હતું. મળતી માહિતી મુજબ, જે વિસ્તારના પ્રશ્નો હતા તે સિવાયની અન્ય વિસ્તારની કેટલીક અજાણી મહિલાઓનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. આ મહિલાઓએ જીગીશા પટેલ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેમની ગાડી પર પથ્થરમારો (Stone Pelting) શરૂ કર્યો હતો. આ હુમલામાં જીગીશા પટેલની કારના કાચ તૂટી ગયા હતા અને તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત નેતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
હુમલાની આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં જીગીશા પટેલને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ (Gondal Civil Hospital) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. લોકોમાં આ હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Jigisha Patel Attack Gondal: ગોંડલમાં પાટીદાર આગેવાન
જીગીશા પટેલ પર હુમલો! | Gujarat Firstગોંડલમાં પાટીદાર આગેવાન જીગીશા પટેલ પર હુમલો
અજાણ્યા લોકોએ જીગીશા પટેલ પર કર્યો ઘાતકી હુમલો
જીગીશા પટેલ જે ગાડીમાં સવાર હતા તેના કાચ તોડ્યા
હુમલામાં ઈજાગ્રસ્ત થતા જીગીશાને હોસ્પિટલ… pic.twitter.com/5aYbSgpXCc— Gujarat First (@GujaratFirst) February 24, 2026
પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોંડલ પોલીસ (Gondal Police) નો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં હુમલો કરનારની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલો પૂર્વ આયોજિત હતો કે કેમ અને તેની પાછળ કોઈ રાજકીય કાવતરું છે કે નહીં, તે દિશામાં પણ તપાસ (Investigation) શરૂ કરવામાં આવી છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 'ફિલ્મની વાર્તાના અનુસંધાને વાત કરી હતી', બફાટ બાદ Mona Thiba એ શું કર્યો ખુલાસો?
આ પણ વાંચોઃ Banaskantha: શાળાની ખુરશીઓ બારોબાર વાહનોમાં ભરાવી દીધી, ગ્રામજનોએ પ્રિન્સિપાલનો ભાંડો ફોડ્યો!


