Gondal : રીબડા પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, ટ્રકચાલકનું ઘટના સ્થળે જ મોત
- ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર રીબડા નજીક સર્જાયો ગોઝારો અકસ્માત
- ટ્રક અને આઇસર ધડાકાભેર અથડાતા ટ્રક પલટી
- ટ્રકની નીચે આવી જતા ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે (Gondal-Rajkot National Highway) પર રીબડા નજીક સાંજે ટ્રક તથા ટાટા 407 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મગફળી ભરેલો ટ્રક પલટી ખાઇ જતા ટ્રકચાલકનું દબાઇ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રકચાલકનાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપીઓના જેલમાંથી બહાર આવવા હવાતિયા, તપાસમાં ચોંકાવનારા ખુલાસા
રીબડા નજીક ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ-રાજકોટ હાઇવે (Gondal-Rajkot National Highway) પર રીબડા (Ribada) નજીક આજે સાંજે સાડા 5 નાં સુમારે રાજકોટથી મગફળી ભરીને ગોંડલ આવી રહેલી ટ્રક અને ટાટા 407 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મગફળીની ગુણો ભરેલો ટ્રક પલટી મારી જતા ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને કારણે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.
આ પણ વાંચો - Suratમાં બોગસ ડોક્ટરોના આકા રશેષ ગુજરાતીની ફરી ધરપકડ
ગમખ્વાર અકસ્માત બાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો
અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ જવાનોએ ટ્રાફિક ક્લિયર કરાવી હાઇવે ખુલ્લો કરાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારની ઓળખ ગોંડલનાં ભોજરાજપરા કુંભારવાડામાં રહેતા ભુપતભાઇ ઉર્ફે નિલેશભાઈ પોપટભાઇ ચૌહાણ (ઉ.47) તરીકે થઈ હતી. અકસ્માતમાં ભુપતભાઈનું અકાળે મોત નિપજતા પરિવાર શોકમગ્ન થયો છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Gujarat પ્રદેશ BJP નાં નવા સંગઠનને લઈ સૌથી મોટા સમાચાર