Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : પિયુષ રાદડિયા બાદ વકીલ દિનેશ પાતરની પણ તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

તેમણે આરોપ સાથે વધુમાં કહ્યું હતું કે, 'રાજકુમાર જાટ કેસનાં CCTV ફૂટેજ જિલ્લા પોલીસ વડા પાસે છે. જે જયરાજસિહ તથા ગણેશના છે.
gondal   પિયુષ રાદડિયા બાદ વકીલ દિનેશ પાતરની પણ તબિયત લથડી  હોસ્પિટલમાં દાખલ કરાયા
Advertisement
  1. સુલતાનપુર પોલીસમાં જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડી (Gondal)
  2. વકીલ દિનેશ પાતરને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
  3. પિયુષ રાદડિયાની પણ તબિયત લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
  4. મને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે : દિનેશ પાતર
  5. પોલીસ મને ત્રાસ આપી રહી છે. મારી કોઈ સલામતી નથી : દિનેશ પાતર

ગોંડલમાં (Gondal) આરોપી બન્ની ગજેરા (YouTuber Bunny Gajera) તથા પિયુષ રાદડિયાની મદદગારી કરવાનાં આરોપ હેઠળ એડવોકેટ દિનેશભાઈ પાતરની ગોંડલ તાલુકા પોલીસ બાદ સુલતાનપુર પોલીસે (Sultanpur Police) ધરપકડ કરી હતી. જો કે, વકીલ દિનેશ પાતર જામીન મુક્ત થયા બાદ તબિયત લથડતા સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અંગે જાણ થતા મેઘવાળ સમાજના યુવાનોના ટોળા દિનેશભાઈના (Dinesh Patar) સમર્થનમાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને દિનેશ પાતરને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો - Gondal : બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે ગંભીર આક્ષેપો સાથે વધુ એક ફરિયાદ

Advertisement

Advertisement

મને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે : દિનેશ પાતર

જ્યારે, હોસ્પિટલનાં બિછાનેથી દિનેશ પાતરે (Dinesh Patar) પણ જિલ્લા પોલીસ વડા તથા જયરાજસિહ જાડેજા (Jayrajsinh Jadeja) સામે આક્ષેપ કરીને એક પછી એક ગુનામાં ખોટી રીતે ફસાવી હેરાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આરોપ સાથે વધુમાં કહ્યું હતું કે, 'રાજકુમાર જાટ કેસનાં CCTV ફૂટેજ જિલ્લા પોલીસ વડા પાસે છે. જે જયરાજસિહ તથા ગણેશના છે. આ અંગે હું જાહેરમાં બોલ્યો એટલે મને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. હું મારા ક્લાયન્ટને મળવા ગયો હતો અને મને ગુનેગાર બનાવી દેવાયો છે. પોલીસ મને ત્રાસ આપી રહી છે. મારી કોઈ સલામતી નથી." તેમણે આક્ષેપ કર્યો કે, 'મારા બપોરનાં જામીન થઈ ગયા હોવા છતાં સાંજ સુધી પોલીસે મને ગોંધી રાખ્યો હોવાથી મારી તબિયત લથડી છે.' જણાવી દઈએ કે, દિનેશ પાતરની તબિયત વધુ લથડતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Rajkot : યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ, 3 પોલીસ સ્ટેશનમાં જુદી-જુદી ફરિયાદ

અન્ય આરોપી પિયુષ રાદડિયાની પણ તબિયત લથડી

ચર્ચાસ્પદ યૂટ્યૂબર બન્ની ગજેરાની મદદગારીનાં આરોપ હેઠળ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપી પિયુષ રાદડિયાની (Piyush Radadiya) પણ તબિયત લથડતાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં (Gondal Civil Hospital) ખસેડાયા બાદ બેભાન થઇ જતાં પોલીસ જાપ્તા સાથે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલનાં જાહેરજીવનનાં આગેવાનો અને તેના પરિવારની મહીલાઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ અને વાણીવિલાસ સાથે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરનાર બન્ની ગજેરા સામે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ થતા તેની મદદગારી કરવાનાં ગુનામાં પિયુષ રાદડિયાની પણ ધરપકડ કરાઇ હતી. બાદમાં મોડી સાંજે જામીન મુક્ત થતાં ગોંડલ બી' ડિવિઝનમાં (B' Division Police) ભરતભાઇ ઢોલરીયાએ પોતાની તથા તેમના પરિવારની મહીલાઓની બદનામી થાય તે પ્રકારે વીડિયો વાઇરલ કરવા અંગે બન્ની તથા પિયુષ રાદડિયા સામે ફરિયાદ કરી હોવાથી બી' ડિવિઝન પોલીસે તેની ઘરપકડ કરી હતી. દિનેશ પાતર બાદ હવે પિયુષ રાદડિયાને પણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા આ ઘટનાએ ચકચાર જગાવી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Cybercrime : ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી, 15 દિવસમાં 12 કેસ ઉકેલાયા

Tags :
Advertisement

.

×