Gondal : બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે ગંભીર આક્ષેપો સાથે વધુ એક ફરિયાદ
- બહુચર્ચિત બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે વધુ એક ફરિયાદ (Gondal)
- ગંભીર આરોપો સાથે ગોંડલ બી'ડીવીઝન પોલીસમાં નોંધાઈ ફરિયાદ
- સુલતાનપુર, જેતપુર બાદ હવે વધુ એક ફરિયાદ થતાં બન્નીની મુશ્કેલીઓ વધી
- ગોંડલ તાલુકા પંચાયત મહિલા પ્રમુખનાં પતિનાં ગંભીર આરોપ
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલનાં જાહેરજીવનનાં આગેવાનો અને તેમના પરિવારની મહિલાઓ વિષે અભદ્ર ટિપ્પણીઓ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરી રહેલા ભાવિન ઉર્ફે બન્ની ગજેરા (Bunny Gajera) તથા તેના સાગરીત સામે B ડિવિઝન પોલીસમાં (B Division Police) ફરિયાદ થઈ છે. જો કે પહેલા ગોંડલ તાલુકા (Gondal), સુલતાનપુર, જેતપુર બાદ હવે વધુ એક ફરિયાદ થતાં બન્નીનો વાણીવિલાસ તેને ભારે પડી રહ્યો છે.
આ પણ વાંચો - Rajkot : પશુ બલિ અટકાવવા જતા વિજ્ઞાનજાથાની ટીમ, પોલીસ પર સ્થાનિકોનો હુમલાનો પ્રયાસ!
બન્ની ગજેરા અને પિયૂષ રાદડિયા સામે ફરિયાદ
માહિતી અનુસાર, ગોંડલ તાલુકા પંચાયતનાં મહિલા પ્રમુખ હીનાબેનનાં પતિ ભરતભાઇ લાલજીભાઈ ઢોલરીયાએ પોતાનાં પરિવાર અને પરિવારની મહીલાઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરવા અંગે બન્ની ગજેરા અને તેને માહિતી પૂરી પાડનાર પિયૂષ રાદડિયા (Piyush Radadiya) સામે ગોંડલ બી' ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરી છે.
આ પણ વાંચો - Rajkot : યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાના સાગરીતની પોલીસે કરી ધરપકડ
ગોંડલ તાલુકા પંચાયત મહિલા પ્રમુખનાં પતિનાં ગંભીર આરોપ
ફરિયાદમાં ભરતભાઇ ઢોલરીયાએ આરોપ કર્યો છે કે, જેતપુર તાલુકાનાં ગુંદાળાનાં ભાવિન ઉર્ફ બન્ની ગજેરાએ અમારાં સમાજ તથા અમારા કુંટુંબની મહિલાઓનાં ચારિત્ર પર આળ મૂકી વીડિયો વાઇરલ કરી અમારી તથા અમારાં પરિવારની મહિલાઓની બદનામી કરી છે. વધુમાં ગોંડલનાં (Gondal) પિયુષ રાદડિયાએ પણ અમારાં પરિવારની મહીલાઓનાં ચારિત્ર અંગે ખોટી માહિતી બન્નીને આપી હોવાની અમને શંકા છે. મારા પત્ની ગોંડલ તાલુકા પંચાયતનાં પ્રમુખ હોવાથી તેઓને બદનામ કરવા પિયુષ રાદડિયા (Piyush Radadiya) અવારનવાર મારાં પત્નીનો પીછો કરતો હોવાનું અમને અગાઉ જાણવા મળ્યું હતું. આમ, અમારી તથા અમારાં પરિવારની મહીલાઓની બદનામી થાય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયા છે. આ મામલે પોલીસે ભરતભાઇ ઢોલરીયાની ફરિયાદ લઇને બન્ની ગજેરા તથા પિયુષ રાદડિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Rajkot : યુટ્યૂબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ, 3 પોલીસ સ્ટેશનમાં જુદી-જુદી ફરિયાદ