Gondal News: 2027ની તૈયારી અત્યારથી જ! જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓને ચેતવતા કહી મોટી વાત
- Gondal માં ભાજપનો ભવ્ય વિજય ઉત્સવ યોજાયો
- કોલેજ ચોકમાં ઉમટ્યું વિશાળ માનવ મહેરામણ
- જયરાજસિંહ જાડેજાનું ફૂલોના વરસાદથી ભવ્ય સ્વાગત
- ધારાસભ્ય ગીતાબા જાડેજાનું જનતાએ કર્યું સન્માન
- વિજેતા ઉમેદવારોનું કમળના ફૂલોથી વિશેષ સન્માન
Gondal BJP: તાજેતરમાં યોજાયેલી ગોંડલ નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને ભગવો લહેરાવ્યો છે. ભાજપના 'અબકી બાર... 27 પાર...' ના સંકલ્પ સાથે મળેલી આ ઐતિહાસિક જીતને વધાવવા માટે ગોંડલ શહેર અને તાલુકા ભાજપ દ્વારા કોલેજ ચોક ખાતે એક વિશાળ ‘આભાર દર્શન’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Gondal માં ભાજપનો ભવ્ય વિજય ઉત્સવ યોજાયો
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને યુવા અગ્રણી ગણેશ ગોંડલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગોંડલ યુવા મોરચા દ્વારા નેતાઓ પર ફૂલોનો વરસાદ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજેતા બનેલા તમામ ઉમેદવારોને 44 કમળના ફૂલ અર્પણ કરી અને હાર પહેરાવી સન્માનિત કરાયા હતા.
નેતાઓના આકરા પ્રહાર અને સંબોધન
મિત્તલબેન ધાનાણી એ જણાવ્યું હતું કે તેમણે વિરોધ પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, "ગોંડલની જનતાએ સાબિત કરી દીધું છે કે અમને મફતની રેવડી નહીં, પણ આત્મનિર્ભર ગોંડલ જ જોઈએ છે. વિપક્ષ ભલે વિકાસની વાતો કરતું હોય, પણ 44-44 કમળ ખીલાવીને જનતાએ જાડેજા પરિવાર પર વિશ્વાસ મૂક્યો છે."
ગીતાબા જાડેજા (ધારાસભ્ય)
તેમણે કાર્યકરોનો આભાર માનતા કહ્યું કે, "આજે ગૌરવનો દિવસ છે. નરેન્દ્રભાઈ મોદીના વિચારોને જનતાએ સાર્થક કર્યા છે. ગોંડલમાંથી સાડા સાતી પનોતી નીકળી ગઈ છે અને જે થોડી ઘણી બાકી છે તે પણ ટૂંક સમયમાં નીકળી જશે."
જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય)
પોતાની આગવી શૈલીમાં જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જીગીશાને 'વિજુડી' ના પાત્ર સાથે સરખામણી કરીને વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે "જનતાએ વિરોધીઓને બે ગાલે તમાચા માર્યા છે, એટલે જ કદાચ તેમને રડવું આવ્યું હશે. તમે કોકના ખંભે બેસીને નાચ્યા છો, પણ ગોંડલની જનતા જાણે છે.
રિબડા અને અન્ય ગામોના રાજકારણ પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, "જો તમે ભેગા થઈને સામનો કરશો તો માર ઓછો ખાશો." તેમણે 2027 ની તૈયારીઓનો સંકેત આપતા કહ્યું કે, પરિવર્તનના નામે આવેલા લોકોએ હવે 'પુનરાવર્તન' જોયું છે અને 2027 માં હજુ ઘણું જોવાનું બાકી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સભા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગોંડલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરો અને નાગરિકોના ઉત્સાહ વચ્ચે આ સભા સંપન્ન થઈ હતી. આ સભા દ્વારા ભાજપે આગામી વિકાસના કામોની કટિબદ્ધતા દોહરાવી હતી.
અહેવાલ: વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો: Himatnagar ના જવાનગઢ પાટિયા નજીક ભયાનક અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય ઈજાગ્રસ્ત


