Gondal : માજી મંત્રી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
- માજી મંત્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ (Gondal)
- ઠેર-ઠેર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
- ગોંડલ તાલુકા સહકારી પરિવાર, રોટરી કલબ ઓફ ગોંડલ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન
- ઉદ્યોગનગર કોમ્યુનિટી હોલ ખાતે કેમ્પમાં રાજકીય, સામાજિક આગેવાનો હાજર રહ્યા
ખેડૂત આગેવાન અને માજી મંત્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલ તાલુકા સહકારી પરિવાર તેમ જ વિવિધ સામાજિક સંસ્થાઓ અને રોટરી કલબ ઓફ ગોંડલ દ્વારા પણ ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા પુણ્યતિથિ નિમિતે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા
Gondal : આજરોજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા (late Vitthalbhai Radadiya) છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સમગ્ર ગુજરાતભરમાં 197 જેટલી જગ્યાઓ પર રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, વૃદ્ધાશ્રમ, બાલાશ્રમ તેમ જ સ્કૂલનાં બાળકોને ભોજન સહિત અનેક સેવાકીય પ્રવૃતિઓનું આયોજન અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ગોંડલ મેગા બ્લડ ડોનેશન કેમ્પને (Gondal Mega Blood Donation Camp) સફળ બનાવવા શહેર તેમ જ તાલુકાની અલગ-અલગ સેવાકીય અને સહકારી સંસ્થાઓ તેમ જ સામાજિક સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો.
રાજકીય તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા..
આજરોજ ઉદ્યોગનગર કોમ્યુનિટી હોલ ખાતે રાજકીય તેમ જ વિવિધ સામાજિક સંસ્થાઓનું પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા (Ganeshsinh Jadeja), પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના (MP Rameshbhai Dhaduk) પ્રતિનિધિ તરીકે સાવનભાઈ ધડુક, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકનાં ડિરેક્ટર પ્રવિણભાઈ રૈયાણી, ખેડૂત નેતા જગદીશભાઈ સાટોડીયા, ગોંડલ નાગરિક બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરીયા, વા. ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા, નાગરિક બેંકના મેનેજિંગ ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા, માર્કેટિંગ યાર્ડનાં વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, મગનભાઈ ઘોણીયા, ગોંડલ તાલુકા સંઘનાં પ્રમુખ કુરજીભાઈ ભાલાળા, માંધાતા ગ્રૂપ ગુજરાતનાં સ્થાપક ભુપતભાઇ ડાભી, ગોંડલ તાલુકા પંચાયતનાં પ્રમુખનાં પ્રતિનિધિ ભરતભાઈ ઢોલરીયા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર, કોંગ્રેસનાં આગેવાન યતિષભાઈ દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ પીયૂષભાઈ રાદડિયા, હિરેનભાઈ ડાભી, લક્ષ્મણભાઈ હિરપરા, રસિકભાઈ મારકણા, જગદીશભાઈ વેકરિયા, મનુભાઈ ગજેરા સહિતના ગોંડલ તાલુકાની વિવિધ સહકારી મંડળીઓનાં પ્રમુખ તથા ડિરેક્ટરો તેમ જ તાલુકાનાં વિવિધ ગામનાં સરપંચો, શહેર તેમ જ તાલુકા ભાજપ વિવિધ સંગઠનનાં હોદ્દેદારો, ખોડલધામ મહિલા સમિતિનાં સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Gir ની દંતકથા સમાન સિંહ જોડી 'જય અને વીરુ' ભલે વિખૂટી પડી પરંતુ, તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે
કુલ 300થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયું
સવારનાં 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં 300થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી. વહેલી સવારથી જ રક્તદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમ જ કાર્યક્રમને સફળ બનાવવામાં જીગરભાઈ સાટોડીયા, હિરેનભાઈ રૈયાણી, અંકુરભાઈ રૈયાણી, રોટરી કલબ ઓફ ગોંડલ તેમ જ સારથી ગ્રૂપના સભ્યો રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકનાં ગોંડલ ઝોનલ કિરીટભાઈ માવાણી તથા તાલુકાનાં કર્મચારી પરિવાર તેમ જ વિવિધ સામાજિક સંસ્થાનાં આગેવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું (Gondal Mega Blood Donation Camp) સંચાલન અશોકભાઈ શેખડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર