Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : અમેરિકાની કંપનીનાં CEO ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે, વેપારી-ખેડૂતોને મળ્યા

સૌરાષ્ટ્રમાં અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થતી હોય છે. ગોંડલ યાર્ડમાં નવી મગફળી સહિતની જણસીની આવક થઈ છે. ત્યારે અમેરિકાનાં નેશનલ પીનટ બોર્ડનાં CEO પાર્કર બોબ ગોંડલ યાર્ડની મુલાકાત લીધી. મગફળી સંશોધનની માહિતીની આપ-લે માટેનાં MOU કરવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન દ્વારા અમેરિકાની કંપનીનાં CEO નું સ્મૃતિ ચિન્હ ભેટ આપી સન્માન કરાયું હતું.
gondal   અમેરિકાની કંપનીનાં ceo ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે  વેપારી ખેડૂતોને મળ્યા
Advertisement
  1. અમેરિકાની નેશનલ પીનટ બોર્ડનાં CEO Gondal માર્કેટિંગ યાર્ડની મુલાકાતે
  2. CEO પાર્કર બોબે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારી-ખેડૂતો સાથે મુલાકાત કરી
  3. મગફળી સંશોધનની માહિતીની આપ-લે માટેનાં MOU થયા
  4. કંપની નેશનલ પીનટ બોર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ વચ્ચે MOU થયા
  5. માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા CEO ને સ્મૃતિ ચિન્હ ભેટ આપી સન્માન કરાયું

Rajkot : ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) સિઝન પ્રમાણે વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થતી હોય છે. હાલ, ગોંડલ યાર્ડમાં નવી મગફળી સહિતની જણસીની આવક થઈ છે. ત્યારે અમેરિકાની નેશનલ પીનટ બોર્ડનાં (National Peanut Board of America,) CEO પાર્કર બોબ (Parker Bob) ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી.

Gondal યાર્ડ અને અમેરિકાની કંપની વચ્ચે MOU થયા

સૌરાષ્ટ્રનાં ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ યાર્ડમાંથી વિવિધ જણસીની દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. ભારતભરમાંથી વેપારીઓ અહીં જણસીની ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે, અમેરિકાની કંપની નેશનલ પીનટ બોર્ડનાં CEO પાર્કર બોબ કે જેમનો અમેરિકામાં મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેઓ ગોંડલ યાર્ડની મુલાકાતે આવ્યા હતા અને મગફળી સંશોધનની માહિતીની આપ-લે માટેનાં MOU ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) સાથે કરવામાં આવ્યા હતા.

Advertisement

અમેરિકા કંપનીનાં CEO યાર્ડનાં વેપારી સાથે બેઠક યોજી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અમેરિકા કંપનીનાં CEO પાર્કર બોબ (Parker Bob) સહિતનાં સત્તાધીશોએ યાર્ડમાં વિવિધ જણસી આવક અને હરાજી નિહાળી હતી અને યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા (Alpeshbhai Dholariya) દ્વારા ગોંડલ યાર્ડની જણસીની આવક તેમ જ હરાજી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ યાર્ડની મિટિંગ હોલમાં ગોંડલ યાર્ડનાં મગફળીનાં વેપારીઓ સાથે બેઠક યોજી વિસ્તૃત માહિતી મેળવી હતી.

Advertisement

આ પણ વાંચો- Vadodara : SSG હોસ્પિટલમાં અંધારપટ! 16 બેડનાં નવા AC વોર્ડમાં અચાનક વીજળી ગુલ થતાં હાલાકી!

યાર્ડનાં ચેરમેન દ્વારા અમેરિકાની કંપનીનાં CEO નું સન્માન કરાયું

ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ (Alpeshbhai Dholariya) જણાવ્યું હતું કે, અમેરિકાની (America) કંપનીનાં CEO પાર્કર બોબ અમેરિકામાં મગફળીનાં સાયન્ટિસ્ટ છે અને તેઓએ મગફળીનાં સુધારણા માટે ખેડૂતોને અમેરિકામાં મગફળીનું વધારે વાવેતર થાય અને લોકો જાગૃત થાય અને મગફળીનો વધારે ઉપયોગ કરે તે માટે તેઓએ એક મોટી ઝુંબેશ ઉપાડી હતી, જેમાં અમેરિકામાં મગફળીનું ઉત્પાદનમાં 33% કરતા પણ વધુ વધારો થયો હતો. તેઓએ 1 વ્યક્તિ દીઠ 4 કિલો જેટલું લોકો ઉપયોગ કરી શકે અને ખેડૂતને વધુ ભાવ મળે તે માટે અમેરિકામાં લોકોને જાગૃત કર્યા હતા. આજરોજ તેમને ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં ખેડૂતો અને વેપારીઓ સાથે મુલાકાત કરી તેમનાં પ્રશ્નોનાં જવાબ પણ આપ્યા હતા અને આપણા ખેડૂતોમાં જાગૃતતા આવે અને ઉત્પાદનમાં અને ભાવમાં ખૂબ જ આગળ આવે તેમને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને અમેરિકાની કંપની નેશનલ પીનટ બોર્ડનાં CEO વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન દ્વારા અમેરિકાની કંપનીનાં CEO નું સ્મૃતિ ચિન્હ ભેટ આપી સન્માન કરાયું હતું.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો- Kutch : લખપત ગુરૂદ્વારામાં DyCM હર્ષભાઈ સંઘવીએ શીશ નમાવ્યું, શીખ સમાજે ઉમળકાભેર સ્વાગત કર્યું

Tags :
Advertisement

.

×