Gondal: મોતની દોરી સમાન ચાઈનીઝ દોરીની 96 ફીરકી સાથે ત્રણની ધરપકડ, નોંધાઈ ફરિયાદ
- 3,750ની કિંમતની 25 ફીરકી કબ્જે કરવામાં આવી
- પોલીસે ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી દીધી
- ગેલ કૃપા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં થયું હતું આ દોરીનું વેચાણ
Gondal: ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો આ દોરીનું વેચાણ કરી રહ્યાં છે. જેની સામે પોલીસ કાર્યવાહી પણ કરે છે. ગોંડલમાં ચાઈનીઝ દોરીની 96 ફીરકી સાથે ત્રણ શખ્સ પકડાયા હતા. ત્રણેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ પોતાની ટીમ સાથે ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. બાતમી મળી હતી કે, ભોજરાજ પરા શેરી નં.24/13 ખાતે આવેલી ગેલ કૃપા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ચાઈનીઝ દોરીની પ્રતિબંધિત ફીરકીનું વેચાણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: Gondal: પોલીસે હત્યાના રહસ્યનો ભેદ ઉકેલ્યો, ગણતરીના કલાકમાં કરી લીધી ધરપકડ
નોંધનીય છે કે, પોલીસે સ્થળ પર દરોડો પાડતા દુકાનમાંથી રૂપિયા 10,650ની કિંમતની 71 ફીરકી મળી આવી હતી. જે જપ્ત કરી વેપારી દિપ વિમલભાઈ કોટડીયા (ઉ.21, રહે.ગોંડલ, ભોજરાજ પરા)ની અટકાયત કરી ગોંડલ બી. ડીવીઝન પોલીસ મથકે ગુનો દાકલ કરાયો હતો. આવા લોકો સામે કાર્યવાહી કરવી ખુબ જ અનિવાર્ય છે. કારણે કે, આવી દોરીના કારણે અનેક લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: સોશિયલ માડિયાથી બાળકોને રાખો દૂર! અરવલ્લીમાં 10 વર્ષની બાળકી ઇન્સ્ટાગ્રામથી પડી પ્રેમમાં અને...
ગોંડલ સીટી પોલીસ 25 ફીરકી કબ્જે કરી
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ગોંડલ સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે માહિતી મળતા ગોંડલ જે.કે. ચોકમાં કેબીન રાખી ચાઈનીઝ દોરી વેચતા રાજુ બચુભાઈ પરમાર (ઉ.46, રહે.ગોંડલ, ભગવતપરા) અને વિજય મનસુખભાઈ ડાભી (ઉ.23, રહે. ગોંડલ આશાપુરા સોસાયટી, હનુમાનજી વાળી શેરી)ને ઝડપી લીધા હતા. આ બંને પાસેથી રૂપિયા 3,750ની કિંમતની 25 ફીરકી કબ્જે કરી ગોંડલ સીટી પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.