Gondal: કૂતરાઓ વર્તાવ્યોકહેર, છેલ્લા 25 દિવસમાં 352 લોકોને કૂતરાએ બચકા ભર્યા
- ગોંડલમાં 352 કેસ પૈકી 65 હડકવાના કેસ નોંધાયા
- ગોંડલ સિવિલ હોસ્પિટલમાં હડકવા રસી ઉપલબ્ધ જ નથી
- શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જેતપુરથી રસીની વ્યવસ્થા કરાઇ
Gondal: ગોંડલમાં રાજમાર્ગોથી લઇ શેરી-ગલીઓમાં બેફામ બનેલાં કુતરાઓએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 25 દિવસમાં 352 લોકોને કુતરાઓએ બચકાભરી કરડી ખાધા હોવાની જાણકારી સામે આવી છે. તે પૈકી 65 લોકો હડકાયા કુતરાનો શિકાર બન્યા છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અહીંની સિવિલ હોસ્પિટલમાં હડકવા કુતરાની રસી ઉપલબ્ધ જ નથી. જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે.
કુતરાઓના આતંક વચ્ચે પ્રજાની હાલત રામભરોસે
બીજી બાજુ કુતરાઓનાં ત્રાસવાદ સામે નગરપાલિકા એવું કહે છે કે, સરકારનાં એનિમલ એક્ટને કારણે અમે કુતરા પકડી શકતા નથી. આમ કુતરાઓએ મચાવેલા હાહાકાર વચ્ચે પ્રજાની હાલત રામભરોસે જેવી બની ગઈ છે. અત્રેની સિવિલ હોસ્પિટલમાં કુતરાઓ કરડવાનાં કેસમાં રોજબરોજ વધારો થઇ રહ્યો છે. ખરી મુશીબત હડકાયા કુતરાઓનો શિકાર બનેલા લોકોની છે. કારણ કે, હોસ્પિટલમાં ડોગબાઇટની રસી જ નથી. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈ માધડે આ અંગે આરોગ્યમંત્રીને ટેલીફોનિક રજુઆત કરીતો જવાબ મળ્યો કે આ રસી જેતપુર અથવા લોજીસ્ટીક અને સ્ટોર સય્લાય નરોડાથી મંગાવી લ્યો!
આ પણ વાંચો: Ahmedabad: કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરવાની AMCએ કરી સત્તાવાર જાહેરાત
ડોગબાઇટની રસી પુરી પાડવામાં આરોગ્ય તંત્ર વામણું
દિનેશભાઈ માધડે કહ્યુ કે, જેતપુર હોસ્પિટલથી બેથી ત્રણ વખત રસી મંગાવી છે. પણ રોજબરોજ કેસ આવતા હોય રસી પુરી પડતી નથી. સવારે બંધીયા ગામના મહીપાલસિહ વાઘેલાને હડકાયુ કુતરુ કરડ્યુ હોય અને હોસ્પિટલમાં રસી ના હોવાથી ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જેતપુરથી વ્યવસ્થા કરાઇ હતી. આમ ગોંડલને ડોગબાઇટની રસી પુરી પાડવામાં આરોગ્ય તંત્ર વામણું પુરવાર થયુ છે. બીજી બાજુ છેલ્લા પચ્ચીસ દિવસથી ગોંડલમાં ભુરાયા બની કુતરાઓ આતંક મચાવી રહ્યાછે.
આ પણ વાંચો: Rajkot: ઈનોવેટિવ સ્કૂલની બસે સર્જ્યો અકસ્માત, અનેક વિદ્યાર્થીઓ થયા ઘાયલ
તંત્ર દ્વારા કાર્યવાહી ના થતા લોકોમાં રોષ ફેલાયો
નગરપાલિકા તંત્ર કુતરાઓ પકડવા અંગે હાથ જોડી બેઠી રહી હોય લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે નગરપાલિકાનાં ચિફ ઓફિસર અશ્વીનભાઇ વ્યાસે એવું જણકવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એનિમલ બર્થ કન્ટ્રોલ રુલ્સ ને કારણે કુતરાઓને પકડી શકાતા નથી. વધુમાં એનિમલ વેલફેર બોર્ડ દ્વારા પણ મનાઈ હોય તંત્ર લાચાર છે. આ બધા વચ્ચે અત્યારે શહેરીજનો કુતરાઓનો ત્રાસ ભોગવી રહ્યા છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: Amreli : મહિલા પોલીસકર્મીએ ફિનાઈલ પીધું, ભાઈના પોલીસ તંત્ર પર જ ગંભીર આરોપ