ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: મારામારીના કેસમાં કોર્ટે આરોપીઓને દંડ અને ત્રણ વર્ષની કેદની સજા

Gondal: હુમલો કરવાની ઘટનામાં અદાલતે ત્રણેય શખ્સોને કસુરવાન ગણી દંડ તથા ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે.
11:12 AM Jan 18, 2025 IST | VIMAL PRAJAPATI
Gondal: હુમલો કરવાની ઘટનામાં અદાલતે ત્રણેય શખ્સોને કસુરવાન ગણી દંડ તથા ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે.
Gondal
  1. અદાલતે ત્રણેય શખ્સોને કસુરવાન ગણી દંડ તથા 3 વર્ષની સજા ફટકારી
  2. અરશીભાઈએ ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી
  3. આરોપીઓને ત્રણ વર્ષની તથા દંડની સજા કરવામાં આવી છે

Gondal: ગોંડલના ગુંદાળારોડ પર ગત તારીખ 16 ડિસેમ્બરના કાલંભણીનાં દુધનો વ્યવસાય કરતા ચારણ ગઢવી પર ત્રણ શખ્સોએ લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરવાની ઘટનામાં અદાલતે ત્રણેય શખ્સોને કસુરવાન ગણી દંડ તથા ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. થોડા દિવસ પહેલા જ આ મારામારીની ઘટના બની હતી. જેમાં કોર્ટે સજા સંભળાવી છે. પોલીસ દ્વારા પણ સત્વરે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી, જેથી કોર્ટ સજા ફટકારી છે.

આ પણ વાંચો: SOG પોલીસે કફ સિરપની 397 બોટલ જપ્ત કરાઈ, ધાર્મિક બારૈયા નામના વ્યક્તિની ધરપકડ

આ કેસ ગોંડલની ચીફ કોર્ટમાં ચાલ્યો હતો

પ્રાપ્ત વિગત મુજબ કાલંભણી ગામના અરશીભાઈ લાલજીભાઈ માલાણી ચારણ ગઢવી તારીખ 16 ડિસેમ્બર 2020 ના રોજ પોતાની મહેન્દ્રા ગાડી લઈને ગોંડલ દુધ આપી, પરત તેઓના ગામ જતા હતા ત્યારે બપોરના ગુંદાળા રોડ પર ખેડુત ડુંગળીના કારખાના પાસે પહોંચતા, ત્યા મોટર સાયકલો લઈને જેતપુરના રૂપાવટી ગામનાં કલીયાણ ઉર્ફે કિલાણ કરમણભાઈ નાકરાણી ગઢવી તેનો ભાઈ ગોવીંદભાઈ તથા જેતલસરના દેવાયતભાઈ દેવજીભાઈ ગઢવી અને જામકાના નારણભાઈ દેવરાજભાઈ ગઢવી આડા ફરી તેઓના હાથમાં રહેલ કુંડળીવાળી લાકડીઓ તથા લોખંડના પાઈપથી અરશીભાઈ લાલજીભાઈને માર માર્યો હતો.

આ પણ વાંચો: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ

આરોપીઓને પકડી કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી હતી

નોંધનીય છે કે, અરશીભાઈ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે અરશીભાઈએ ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.જી.જાડેજાએ કરી અને તેને આરોપીઓને પકડી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે અંગેનો કેસ ગોંડલની ચીફ કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદ પક્ષે લીધેલા સાક્ષીઓ તથા ફરિયાદ પક્ષે સરકારી વકીલ જગદીશ એમ શખનપરાએ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના રજુ કરેલા જજમેન્ટો ધ્યાને લઈ તમામ આરોપીઓને ત્રણ વર્ષની તથા દંડની સજા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી, માવઠાની પણ શક્યતા

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
accusedGondalGondal Courtgondal newsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gondal NewsLatest Gujarati News
Next Article