Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gondal : દબાણો સામે તંત્રની લાલ આંખ, રીબડા ગામે હોટેલનું ડિમોલિશન! 3 મહિના પહેલા આપી હતી નોટિસ

રાજકોટના Gondal માં રીબડા ગામે ડિમોલિશનની કાર્યવાહી તંત્ર દ્વારા વહેલી સવારે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા 3 માસ પહેલા ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપી હતી મામલતદાર અને પોલીસની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી Rajkot : રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં (Gondal) રીબડા...
gondal   દબાણો સામે તંત્રની લાલ આંખ  રીબડા ગામે હોટેલનું ડિમોલિશન  3 મહિના પહેલા આપી હતી નોટિસ
Advertisement
  1. રાજકોટના Gondal માં રીબડા ગામે ડિમોલિશનની કાર્યવાહી
  2. તંત્ર દ્વારા વહેલી સવારે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા
  3. 3 માસ પહેલા ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપી હતી
  4. મામલતદાર અને પોલીસની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી

Rajkot : રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં (Gondal) રીબડા ગામે વહેલી સવારે 5 વાગ્યે ગેરકાયદેસર કરાયેલા દબાણ સામે તંત્ર દ્વારા અપાયેલ ત્રણ માસ પહેલાની નોટિસની અમલવારી કરવામાં આવી હતી અને ડિમોલિશનની (Demolition) કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રીબડા ચોકડી પાસે આવેલ જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજાની બાપા સીતારામ હોટલની 200 ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. મામલતદાર ડોડીયા, તાલુકા પીઆઈ વી.એમ ડોડીયા સહિત પોલીસ સ્ટાફ, મામલતદાર સ્ટાફની ઉપસ્થિતિમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

Advertisement

Gondal માં રીબડા સ્મશાન સામે હાઇવે પર ગેરકાયદેસરના દબાણો સામે કાર્યવાહી

માહિતી અનુસાર, છેલ્લા પાંચ મહિના પહેલા રીબડા (Ribda) સ્મશાન સામે હાઇવે પર આવેલ ઠાકરધણી હોટલનું સ્વૈચ્છિક દબાણ દૂર કરાયા બાદ બાકી રહી ગયેલા ગેરકાયદેસર દબાણ સામે આજે ફરી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયેદસરનાં દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું, જે હેઠળ 150 ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ હતી. ગોંડલ શહેર તાલુકામાં અનેક દબાણો હોવાં છતાં તંત્ર માત્ર રીબડાનાં લોકોને ટાર્ગેટ કરતાં હોવાનાં આક્ષેપો ગ્રામજનો દ્વારા કરાયા હતા.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, નવા ડ્રાફ્ટને આવતીકાલે કેબિનેટમાં મૂકાશે

સરકારી ખરાબાની જગ્યાએ ચાલતા દબાણો પર તંત્રની મીઠી નજર હોવાનો આક્ષેપ

બીજી તરફ 5 મહિના પહેલા કરાયેલ હોટેલ ઠાકરધણીનું અધુરૂં ડિમોલિશન પણ તંત્ર દ્વારા પૂર્ણ કરાયું. ત્યારે રીબડા ગ્રામ પંચાયતે સીમ વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરો માટે બનાવાયેલ શૌચાલય પણ તંત્ર દ્વારા ડિમોલિશન કરાતા અનેક સવાલો ઊભા થયા છે. બીજી બાજું રાજકોટ ગોંડલ ચોકડીથી (Gondal Chowkdi) જેતપુર હાઈવે પર થયેલા ગૌચર અને સરકારી ખરાબાની જગ્યા પરના દબાણો પર તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા હોવાનાં આક્ષેપ થયા હતા. પાંચ મહિના પહેલા રીબડા ગ્રામજનો દ્વારા ફોટા સાથે અપાયેલા આવેદનપત્ર સાથેની રજૂઆતનું ક્યારે હાથ ધરાશે ડિમોલિશન તેવા સવાલો પણ ઉઠ્યા હતા.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Surat : ગોડાદરા ડબલ મર્ડર કેસનો મુખ્ય આરોપી શુભમ ઉર્ફે સન્ની કાલિયા પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ

Tags :
Advertisement

.

×