Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Father Kills Children: Gondal માં પિતાએ સંતાનોના લોહીથી રંગ્યા હાથ, બે માસૂમોની હત્યા પછી કરી આત્મહત્યા!

રાજકોટના ગોંડલમાં હૃદય ધ્રુજાવી દે તેવી કરુણાંતિકા સર્જાઈ છે, જેમાં ગાયત્રી સિમેન્ટ કારખાનાના માલિકે પોતાના બે માસૂમ અને તેજસ્વી સંતાનોની ગળે ટૂંપો આપી હત્યા (Murder) કરી છે. પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પિતાએ પણ કારખાનામાં જ આપઘાત (Suicide) કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સુખી પરિવારના વડાએ અગમ્ય કારણોસર ભરેલા આ આત્મઘાતી પગલાથી અનેક સવાલો ઊભા થયા છે.
father kills children  gondal માં પિતાએ સંતાનોના લોહીથી રંગ્યા હાથ  બે માસૂમોની હત્યા પછી કરી આત્મહત્યા
Advertisement
  • Father Kills Children: ગોંડલમાં હૃદયને હચમચાવી નાખે તેવા સમાચાર
  • પિતાએ પોતાના 15 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રીની નિર્મમ હત્યા કરી
  • સંતાનોની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પિતાએ પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યું
  • ગાયત્રી સિમેન્ટ કારખાનાના માલિક જયપાલભાઇ તોગડીયાએ ભર્યું આત્મઘાતી પગલું
  • સવારે બંને બાળકોને પ્રેમથી કારખાને લાવ્યા બાદ આ કરુણ અંજામ આવ્યો
  • સમગ્ર ગોંડલ પંથક અને સાંઢવાયા ગામમાં આ ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું

Gondal Father Kills Children Suicide: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી અત્યંત દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘોઘાવદર રોડ પર આવેલા 'ગાયત્રી સિમેન્ટ' (Gayatri Cement) કારખાનામાં એક પિતાએ પોતાના જ બે માસૂમ સંતાનોની હત્યા કરીને પોતે પણ મોતને વહાલું કર્યું છે. કારખાનાના માલિક જયપાલભાઈ તોગડીયા સવારે પોતાના 15 વર્ષના પુત્ર મિશ્ર અને 10 વર્ષની પુત્રી રિવાને વહાલપૂર્વક ઘરેથી પોતાની સાથે કારખાને લાવ્યા હતા. કોઈને અંદાજ પણ નહોતો કે પિતા પોતાની સાથે જ સંતાનોનું કાળ (Death) લઈને જઈ રહ્યા છે.

Gondal Father Kills Children Suicide_GUJARAT 0

Gondal Father Kills Children: પિતાએ કેમ ભર્યું આવું પગલું?

કારખાના પર પહોંચ્યા બાદ કોઈ અગમ્ય કારણોસર જયપાલભાઈએ અત્યંત કઠોર નિર્ણય લીધો હતો. તેમણે પોતાના બંને તેજસ્વી સંતાનોને ગળે ટૂંપો (Strangulation) આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હૃદયદ્રાવક કૃત્ય બાદ પિતાએ પણ એ જ કારખાનામાં પંખા સાથે લટકીને આપઘાત (Suicide) કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને વેપારી આલમમાં સન્નાટો છવાઈ ગયો હતો. સુખી અને સંપન્ન પરિવારમાં અચાનક આવી પડેલી આ આફતથી દરેકના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.

Advertisement

આ પણ વાંચો---- Bhavnagar માં વેપારી પર જીવલેણ Attack, ચોરીની Complaint કરતા અદાવત રાખી શખ્સો તૂટી પડ્યા

Advertisement

તેજસ્વી બાળકોનો આથમેલો સૂરજ (Promising Future Cut Short)

આ કરુણાંતિકામાં ભોગ બનનાર બંને બાળકો અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી (Brilliant) હતા. 15 વર્ષીય પુત્ર મિશ્રે તાજેતરમાં જ ધોરણ 10 ની પરીક્ષામાં 70% ગુણ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું હતું. જ્યારે 10 વર્ષની માસૂમ રિવા પણ ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. છેલ્લા 15 વર્ષથી સફળતાપૂર્વક વ્યવસાય (Business) ચલાવતા જયપાલભાઈએ કયા સંજોગોમાં આવું આત્મઘાતી પગલું ભર્યું તે હજુ પણ એક રહસ્ય છે. આ ઘટનાએ પંથકના શિક્ષણ અને વેપારી જગતને ઊંડો આઘાત આપ્યો છે.

પોલીસ તપાસ અને કાર્યવાહી (Police Investigation)

ઘટનાની ગંભીરતાને જોતા ગોંડલ A ડિવિઝન પોલીસ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે ખસેડીને આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ અધિકારીઓ અત્યારે આત્મહત્યા પાછળના કારણો શોધવા પરિવારજનો અને કારખાનાના કર્મચારીઓની પૂછપરછ (Interrogation) કરી રહ્યા છે. સાંઢવાયા ગામના વતની એવા જયપાલભાઈના આ પગલાથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો---- Surat SBI Robbery કેસમાં પોલીસની કાર્યવાહી, રિ-કન્સ્ટ્રક્શન વખતે ભાગવા જતાં આરોપી પર ફાયરિંગ

 

Tags :
Advertisement

.

×