Gondal : ખંઢેર મકાનમાંથી અર્ધબળેલી લાશ મળી, હત્યા કે આત્મહત્યા ? રહસ્ય અકબંધ
- રાજકોટનાં Gondal તાલુકનાં મોટા મહીકા ગામની ઘટના
- ખંઢેર જેવા મકાનમાંથી અર્ધબળેલી હાલતમાં પુરુષની લાશ મળી
- મૃતદેહ ફોરેન્સિક PM માં મોકલાયો, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય
રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં (Gondal) મોટા મહીકા ગામે ખંઢેર બનેલા રહેણાક મકાનમાંથી અર્ધ સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવતા તાલુકા પોલીસ તથા LCB મોટા મહીકા દોડી આવી હતી. બનાવ શંકાસ્પદ હોવાથી મૃતદેહને ફોરેન્સિક PM માટે રાજકોટ (Rajkot) ખસેડાયો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Amreli : MLA કૌશિક વેકરિયાને બદનામ કરવા BJP નાં જ નેતાનું હતું કાવતરું! 4 ની અટકાયત
ખંડેર મકનમાંથી શખ્સનો મૃતદેહ મળતા ચકચાર
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં (Gondal) મોટા મહીકા ગામે સાંજે ખંઢેર જેવા મકાનમાં અર્ધ સળગેલી લાશ પડી હોવાની જાણ પોલીસને થઈ હતી. ગોંડલથી સેવાભાવી યુવાનો જય માધડ સહિત એમ્બ્યુલન્સ લઈ મોટા મહીકા દોડી ગયા હતા. ગ્રામજનોનાં કહેવા મુજબ, મૃતક વ્યક્તિનું નામ હસમુખભાઈ મુળશંકર વ્યાસ (ઉ.46) છે. હાલ, રાજકોટ સદગુરુ સોસાયટી મોરબી રોડ ખાતે રહેતા હતા. પોલીસ તપાસ અનુસાર, મૃતકે બે લગ્ન કર્યા છે. પહેલા લગ્નથી સંતાનમાં એક દીકરો તથા દીકરી છે. જ્યારે બીજી પત્ની સાથે રાજકોટ રહેતા હતા. ખંઢેર બનેલું મકાન મૃતકના બાપ-દાદા સમયનું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Anand : MLA ગોવિંદ પરમાર અને APMC ચેરમેન પ્રકાશ પટેલ વચ્ચેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો!
હત્યા કે પછી આત્મહત્યા, રહસ્ય અકબંધ
વધુ માહિતી અનુસાર, મૃતક 26 ડિસેમ્બરના રોજ મોટા મહીકા આવ્યા હતા. પાડોશી પાસેથી કેથળો માંગ્યો હતો. તે અવારનવાર ગામમાં માતાજીનો મઢ હોય દર્શન કરવા આવતા હતા. તાલુકા PI જે.પી.રાવે જણાવ્યું કે, મૃતક ઘટના સ્થળે જ સળગ્યા હતા. ખંઢેર જેવા રહેણાકમાં જ્યાં સળગ્યા છે ત્યાં નજીકનાં વૃક્ષનાં પાંદડા સળગેલા છે. મૃતકે આત્મહત્યા કરી કે પછી કોઈ એ તેમને સળગાવી દઇ હત્યા કરી એ અંગેની હકીકત જાણવા માટે તપાસ ચાલી રહી છે. બનાવનું કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો - Surat : પાંડેસરામાં યુવકની હત્યાનો કેસ ઉકેલાયો, 2 ની ધરપકડ, કારણ જાણી ચોંકી જશો!