Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: આવતી કાલે SRP ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા યોજાશે, રોજ 1600 ઉમેદવારો આવશે

Gondal: ગોંડલ કોટડા સાંગાણીરોડ પર આવેલ SRP કેમ્પના વિશાળ ગ્રાઉન્ડ માં આવતીકાલે સવારથી ઉમેદવાર આવી પહોંચશે. ગ્રાઉન્ડ પર રેન્જ આઈ જી  દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
gondal  આવતી કાલે srp ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા યોજાશે  રોજ 1600 ઉમેદવારો આવશે
Advertisement
  1. વિશાળ ગ્રાઉન્ડમાં ઇમરજન્સીથી લઈને તમામ તૈયારીઓ કરાઈ
  2. ઉમેદવારોમાં નિઃશુક્લ રહેવા અને જમવાની વવસ્થા પણ કરાઈ
  3. રોજ આશરે 1600 જેટલા ઉમેદવાર શારીરિક પરીક્ષા આપશે

Gondal: ગોંડલ કોટડા સાંગાણીરોડ પર આવેલ SRP કેમ્પના વિશાળ ગ્રાઉન્ડ માં આવતીકાલે સવારથી ઉમેદવાર આવી પહોંચશે. ગ્રાઉન્ડ પર રેન્જ આઈ જી  દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં SRP ના SP, DYSP, PI અને સહિતના અધિકારીઓએ ગ્રાઉન્ડ નિરીક્ષણ કર્યું હતું. આવતી કાલથી રોજ આશરે 1600 જેટલા ઉમેદવાર શારીરિક પરીક્ષા આપવા આવી પહોંચશે. જેમાં ગ્રાઉન્ડમાં 12 રાઉન્ડમાં 5000 મિટર દોડવાનું રહેશે.

આ પણ વાંચો: હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા AAP નેતાની કેમ થઈ ધરપકડ ?

Advertisement

સુરક્ષા વ્યવસ્થામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો

નોંધનીય છે કે, આ પરીક્ષાને લઈને સુરક્ષા વ્યવસ્થામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં ઇમરજન્સીમાં મેડિકલ ટીમ, મેડિકલ સ્ટાફ સાથે 2 એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. SRP કેમ્પમાં ઉમેદવાર માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સર્વે ઉમેદવાર માટે દરબાર વાડી ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Amreli: પાયલને મેડિકલ માટે લઈ જતી SIT ની ટીમને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રોકી, શું તેઓ ન્યાય નથી ઈચ્છતા?

સર્વે ઉમેદવાર માટે રહેવાં અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા

ગોંડલના લાલ પુલ પાસે દરબાર વાડી ખાતે સર્વે ઉમેદવાર માટે રહેવાં, જમવાની અને વાહનની વ્યવસ્થા નિઃશુલ્ક ગોંડલ તાલુકા શહેર અને રાજપૂત યુવક મંડળ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવતપરામાં દોમડિયા સોસાયટીમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે રહેવા જમવાની અને વાહન વ્યવસ્થા કોળી સમાજ દ્વારા નિશુલ્ક રાખવામાં આવી છે. નોંધનીય છે કે, કાલથી મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવામાં માટે આવવાના છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×