Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને પાક ઢાંકીને લાવવા અપાઈ સૂચના

હવામાન વિભાગ દ્વારા તા. 3થી 7 મે સુધી કમોસમી માવઠા (Unseasonal Rains) ની આગાહી કરવામાં આવી છે. જે સંદર્ભે ગોંડલ યાર્ડ (Gondal Marketing Yard) માં જણસી લઈને આવતા ખેડૂતોને તાડપતરી અથવા પ્લાસ્ટિકની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે. વાંચો વિગતવાર.
gondal   કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને પાક ઢાંકીને લાવવા અપાઈ સૂચના
Advertisement
  • હવામાન વિભાગ દ્વારા તા. 3થી 7 મે સુધી Unseasonal Rains ની આગાહી કરાઈ છે
  • Gondal Marketing Yard દ્વારા ખેડૂતોને આ સંદર્ભે સૂચના આપી દેવાઈ છે
  • ખેડૂતો પાક સાથે તાડપતરી અથવા પ્લાસ્ટિકની વ્યવસ્થા કરીને યાર્ડમાં આવે

Gondal: સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો મહામૂલો પાક અથવા જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) માં આવતા હોય છે. હવે જો આ પાક માવઠા કે કમોસમી વરસાદ (Unseasonal Rains) થી પલળી જાય તો ખેડૂતોને પારાવાર નુકસાન આવે તેમ છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા તા. 3થી 7 મે સુધી કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. જે સંદર્ભે ગોંડલ યાર્ડમાં જણસી લઈને આવતા ખેડૂતોને તાડપતરી અથવા પ્લાસ્ટિકની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે. તેમજ જો શક્ય હોય તો Unseasonal Rains ની આગાહીના દિવસોમાં જણસી ન લાવવાની અપીલ પણ કરાઈ છે.

કમોસમી વરસાદ સંદર્ભે સૂચના

Gondal Marketing Yard માં માત્ર રાજકોટ કે ગોંડલ જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો જણસી ઠલવતા હોય છે. હવામાન વિભાગે 3થી 7 મે દરમિયાન માવઠાની આગાહી કરી છે. જે સંદર્ભે ગોંડલ માર્કેટ યાર્ડ તરફથી જરુરી સૂચનાઓ ખેડૂતોને આપી દેવામાં આવી છે. જેમાં પાક લાવવામાં આવે ત્યારે ખેડૂતોને સાથે તાડપતરી અથવા પ્લાસ્ટિકની સગવડ કરવા જણાવાયું છે. આ ઉપરાંત જો જરૂરી ન હોય તો આગાહીના દિવસોમાં પાક માર્કેટ યાર્ડમાં ન લાવવો હિતાવહ છે તેમ કહેવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ Sabarkantha : ખેડબ્રહ્માનાં હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માતમાં 3 નાં મોત, 6 ઘવાયા

Advertisement

શું કહે છે યાર્ડના ચેરમેન ?

ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા (Alpeshbhai Dholaria) એ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો પોતાની મહા મહેનતે પકાવેલો પાક વેચવા માટે અહીં આવતા હોય છે. ત્યારે આગામી તા. 3 મે થી 7 મે સુધી હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈને Gondal Marketing Yard માં જણસી લઈને આવતા ખેડૂતોએ તાડપતરી અથવા પ્લાસ્ટિકની વ્યવસ્થા રાખવી તેમજ શક્ય હોય ત્યાં સુધી તા. 3 થી 7 મે સુધી જે જણસીની વધુ આવક હોય એ જણસી લઈને ન આવવા સલાહ અપાઈ છે. વેપારી ભાઈઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે, તમારો માલ છાપરામાં જગ્યા હોય ત્યાં ખસેડી લેવો જેથી મહામહેનતે પકાવેલો માલ ન પલળે અને ખેડૂતોને નુકસાન ન થાય.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack નો બદલો લેવાશે નહીં ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારુ - સી. આર. પાટીલ

અહેવાલઃ  વિશ્વાસ ભોજાણી....

Tags :
Advertisement

.

×