Gondal માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ નવા લસણની આવક નોંધાઈ, 15 કટ્ટાની આવક
- ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં નવા લસણના 15 કટ્ટાની આવક થઈ
- લસણની હરાજીમાં મુહૂર્તના ભાવ 3511 રૂપિયા બોલાયો
- રેગ્યુલર લસણનો ભાવ રૂપિયા 2500 થી 3500 સુધીનો બોલાયો
Gondal: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 15 કટ્ટા નવા લસણની આવક થવા પામી હતી. જ્યારે રેગ્યુલર લસણના 5 હજાર કટ્ટાની આવક થવા પામી હતી. અત્યારે ગોંડલ માર્કેટિંહ યાર્ડમાં અત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાનો પાક લઈને આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતો જણસી લઈને ગોંડલ માર્ટેક યાર્ડમાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: Sutat: FREE FIRE ગેમમાં 14 હજાર હાર્યો, તેની ભરપાઈ કરવા બનાવ્યો આવો પ્લાન?
નવા લસણની પૂજાવિધિ કરી હરાજી શરૂ કરવામાં આવી
ગોંડલ યાર્ડમાં ત્રણ ખેડૂતો દ્વારા 15 હજાર કટ્ટાની આવક થઈ હતી. જેમાં કેશોદ તાલુકાના પ્રાસલી ગામના પ્રથમ ખેડૂત દિલીપભાઈ નારણભાઈ વાઢીયા 4 કટ્ટા નવું લસણ લઈને ગોંડલ યાર્ડમાં આવ્યા હતા. યાર્ડમાં પેઢી ધરાવતા ગીર એન્ટરપ્રાઇઝ મારફત નવું લસણ લઈને યાર્ડમાં આવ્યા હતા. નવા લસણની હરજીની શરૂઆત પેહલા પૂજાવિધિ કરી શ્રીફળ વધેરી હરાજી શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં પેઢી ધરાવતા સ્વસ્તિક ટ્રેડિંગના વિનુભાઈ સખીયા દ્વારા નવા લસણની હરાજીમાં મુહૂર્તમાં ઉંચો ભાવ રૂપિયા 3511/- બોલી ખરીદી કરી હતી. ત્યાર બાદ ઉપસ્થિત લોકોએ પ્રથમ ખેડૂત અને વેપારીને ફુલહાર કરી મોં મીંઠા કરવામાં આવ્યા હતા. જ્યારે રેગ્યુલર લસણનો ભાવ રૂપિયા 2500 થી 3500 સુધીનો બોલાયો હતો.
આ પણ વાંચો: Ahmedabad: ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને HMPV વાયરસની અસર થાય
આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો થવાની શકયતા
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર મોટામાં મોટું યાર્ડ લસણની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે. ત્યારે આજરોજ યાર્ડમાં નવા લસણની આવકનું મુહૂર્ત થઈ ગયું છે. આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો જોવા મળશે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવાકે રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો