ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal Politics : પાપનો ઘડો ભરાઈ ગયો છે, ઘડામાં કાંકરી મારવાનું કાર્ય કોંગ્રેસ કરશે : અમિત ચાવડા

તેમણે કોંગ્રેસનાં નવા હોદ્દેદારોની નિમણૂક, ગોંડલમાં અલ્પેશ કથીરિયાનાઆગમન સમયે થયેલા વિરોધ સહિતનાં મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું.
08:27 PM Apr 27, 2025 IST | Vipul Sen
તેમણે કોંગ્રેસનાં નવા હોદ્દેદારોની નિમણૂક, ગોંડલમાં અલ્પેશ કથીરિયાનાઆગમન સમયે થયેલા વિરોધ સહિતનાં મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું.
Gondal Congress_Gujarat_first main
  1. ગોંડલમાં કોંગ્રેસનાં 'સંગઠન સર્જન અભિયાન' અંતર્ગત બેઠક યોજાઈ (Gondal Politics)
  2. વિધાનસભા વિપક્ષી નેતા અમિત ચાવડાનાં ભાજપ પર આકરા પ્રહાર
  3. ગુજરાતમાં ગુંડારાજ ચાલે છે. ખેડૂતો દુ:ખી છે, પ્રજા પરેશાન છે : અમિત ચાવડા
  4. કોંગ્રેસનાં નવા હોદ્દેદારોની નિમણૂક, ગોંડલમાં રાજકીય માહોલ અંગે આપી પ્રતિક્રિયા

Gondal Politics : કોંગ્રેસનાં (Gujarat Congress) 'સંગઠન સર્જન અભિયાન' અંતર્ગત ગોંડલ આવેલા વિધાનસભાનાં વિપક્ષી નેતા અમિત ચાવડા (Amit Chavda) એ કહ્યું હતું કે, ગુજરાતમાં ગુંડારાજ ચાલે છે. ખેડૂતો દુ:ખી છે, પ્રજા પરેશાન છે, તેમનો અવાજ કોંગ્રેસ બનશે. આ સાથે તેમણે કોંગ્રેસનાં નવા હોદ્દેદારોની નિમણૂક, ગોંડલમાં અલ્પેશ કથીરિયાના (Alpesh Kathiria) આગમન સમયે થયેલા વિરોધ સહિતનાં મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો - Gondal Controversy : અલ્પેશ કથીરિયા-જિગીષા પટેલની Gujarat First સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?

ગુજરાતમાં ગુંડારાજ ચાલે છે. ખેડૂતો દુ:ખી છે, પ્રજા પરેશાન છે : અમિત ચાવડા

કોંગ્રેસનાં 'સંગઠન સર્જન અભિયાન' ને (Congress Sangathan Srijan Abhiyan) લઈ આજે વિધાનસભાનાં વિપક્ષી નેતા અમિત ચાવડા ગોંડલ આવ્યા હતા. દરમિયાન, તેમણે BJP પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ગુંડારાજ ચાલે છે. ખેડૂતો દુ:ખી છે, પ્રજા પરેશાન છે, હવે પ્રજાનો અવાજ કોંગ્રેસ બનશે. તેમણે આગળ કહ્યું કે, સંગઠન સર્જન અભિયાન એ જિલ્લા સંગઠન માટેનું અભિયાન છે. સંગઠન અભિયાનનો હેતું સામાન્ય લોકોનું રાજ આવે તેવું અભિયાન છે.

આ પણ વાંચો - Bharuch : અલગ-અલગ વિસ્તારમાં વસતા 15 બાંગ્લાદેશી સામે કડક કાર્યવાહી!

'ગોંડલમાં માથાભારે ગુંડાઓનો વરઘોડો કેમ નથી કાઢતા ?'

ઉપરાંત, ગોંડલમાં આજે અલ્પેશ કથીરિયાની (Alpesh Kathiria) મુલાકાત સમયે ગણેશ ગોંડલનાં (Ganesh Gondal) સમર્થકો દ્વારા થયેલા ઊગ્ર વિરોધ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ ભાજપની આંતરિક ગેંગવોર છે. સરકાર અને પોલીસ નાના-નાના આરોપીઓનાં વરઘોડા કાઢે છે તો ગોંડલમાં ગુંડાઓનો વરઘોડો કેમ નથી કાઢતા તેવો સવાલ તેમણે ઊઠાવ્યો હતો. અમિત ચાવડાએ (Amit Chavda) આગળ કહ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) બીજી આઝાદીની લડાઇ લડી રહ્યા છે. ગુજરાતમાં હજું પણ અંગ્રેજો જેવું શાસન ચાલે છે. તેમણે કહ્યું કે, પાપનો ઘડો ભરાઈ ગયો છે. ઘડામાં કાંકરી મારવાનું કાર્ય કોંગ્રેસ કરશે. લોકો ધરાઇ ગયા છે અને કોંગ્રેસ તરફ આશા રાખી બેઠા છે. જણાવી દઈએ કે, 'સંગઠન સર્જન અભિયાન' અંતર્ગત યોજાયેલ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા, રાજસ્થાનના સાંસદ હરિશ્ર્ચંદ્રસિંહ મીણા, માજી મંત્રી ડો. વારોતરિયા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Gondal Controversy : ગણેશ ગોંડલના સમર્થકો ભૂલ્યા ભાન, રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન! Video વાઇરલ

Tags :
Alpesh KathiriaAmit ChavdaBJPCongress Sangathan Srijan AbhiyanGanesh GondalGondal PoliticsGujarat CongressGUJARAT FIRST NEWSGujarat Legislative Assemblyrahul-gandhiTop Gujarati New
Next Article