Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gondal: જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, કેવી રીતે થઈ સમજૂતી?

Gondal: ગોંડલનાં બહુચર્ચિત કેસમાં અંતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું છે. જુનાગઢમાં રાજુ સોલંકીનાં પુત્ર અને ગણેશ ગોંડલ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મારામારીના કેસમાં ગણેશ ગોંડલ જેલમાં પણ ગયા હતા.
gondal  જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન  કેવી રીતે થઈ સમજૂતી
Advertisement
  • ગોંડલના બહુચર્ચિત કેસમાં અંતે સમાધાનનો રસ્તો!
  • જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન
  • રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ ગોંડલ વચ્ચે થયું હતું ઘર્ષણ
  • મારામારીના કેસમાં ગણેશ ગોંડલ જેલમાં પણ ગયા હતા
  • ગોંડલમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન
  • દલિત સમાજના આગેવાનોની હાજરીમાં થઈ સમજૂતી

Gondal: ગોંડલનાં બહુચર્ચિત કેસમાં અંતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું છે. જુનાગઢમાં રાજુ સોલંકીનાં પુત્ર અને ગણેશ ગોંડલ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મારામારીના કેસમાં ગણેશ ગોંડલ જેલમાં પણ ગયા હતા. જો કે, હવે દલિત સમાજના આગેવાનોની હાજરીમાં ગોંડલમાં ધારાસભ્ય નિવાસસ્થાને રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન થયું છે.

Advertisement

ગોંડલ જૂનાગઢ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના પુત્ર વચ્ચે થયેલ ઝગડા બાબતે સુખદ સમાધાન થયું છે. ધારાસભ્યના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના આગેવાનો મળ્યા હતા. ધારાસભ્ય નિવાસ સ્થાને બન્ને પરિવાર વચ્ચે થયેલ ઝઘડા મામલે સુખદ અંત આવ્યો છે.

Advertisement

જયરાજસિંહ જાડેજાએ રકમ લઈને સમાધાન કર્યું હોવાના આક્ષેપો ફગાવ્યા

રાજુ સોલંકી મોટી રકમ લઈને સમાધાન કર્યું હોવાના આક્ષેપો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ફગાવ્યા હતા. જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, સમાધાન મામલે રાજુ સોલંકી દ્વારા એક પણ રૂપિયો માગ્યો નથી. તેમણે એમ ણ કહયું હતુ કે, રાજુ સોલંકી દ્વારા આગામી સમયમાં અનુસૂચિત જાતિ સમાજની ગરીબ પરિવારના દીકરીઓ સમૂહ લગ્નમાં ધારાસભ્ય પરિવાર ફાળો આપે. વધુમા જયરાજસિંહ જાડેજાએ બંને પરિવાર વચ્ચે થયેલ ઝગડાને ઉગ્ર સ્વરૂપ અપાવવામાં અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

અનિરુદ્ધસિંહ જાડેજા પર આક્ષેપ

રાજુ સોલંકીએ પણ આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજા પર આક્ષેપ કર્યા હતા અને તેમણે જણાવ્યં હતુ કે, અનુસૂચિત સમાજના આગેવાનોને અનિરુદ્ધસિંહ જાડેજા ગેરમાર્ગે દોર્યો, જેમ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ રિબડા આવી અમારી આબરૂ કાઢી તેમ આપણે જયરાજસિંહ જાડેજા પરિવારની આબરૂ કાઢવાની છે વધુમાં રાજુ સોલંકીએ કહ્યું કે, મારા દીકરાનું અપહરણ કરી માર માર્યો એટલે મને રોષ હતો એટલે હું અનિરુદ્ધસિંહ જાડેજાના વાતમાં આવી ગયો અને ગોંડલ રેલી યોજી હતી.તેમજ રાજ સોલંકીએ પોતાના દિકરાનો બચવ કરતા કહ્યું કે, લડાઈ ગોંડલ અને રિબડા વચ્ચે હતી આમા અમારા દલિત સમાજનો કોઈ વાંક ન હતો. વધુમાં રાજુ સોલંકીએ કહયું કે, અમારા આખા દલિત સમાજને રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના અમુક આગેવાનો દ્વારા ગેરમાર્ગે દોર્યો હતો મારો સમાજ નિર્દોષ છે.

અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવા માટે સમાજને ગેરમાર્ગે દોર્યો:રાજુ સોલંકી

ધારાસભ્ય ગીતાબા જાડેજાનું રાજીનામું માંગવા મામલે રાજુભાઈ સોલંકીએ જણાવ્યું કે, મારા થકી ગાંધીનગર રેલી યોજી અનિરુદ્ધસિંહ બાપુ અને અમુક સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય ગીતાબા જાડેજાનું રાજીનામુ પણ માંગવાનું કહ્યું.ધારાસભ્ય ગીતાબાનું રાજીનામુ માંગી અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવી એટલા માટે સમાજને ગેરમાર્ગે દોર્યો..

Tags :
Advertisement

.

×