Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ પાટીદડ ગામ ખાતે યોજાયો, આ લોકોનું સન્માન કરવામાં આવ્યું

Gondal: અખંડ ભારતના 76માં પ્રજાકસતાક દિનની ઉજવણી તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ પાટીદડ ગામમાં આવેલ એસ.ટી.ઢોલ હાઈસ્કૂલ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
gondal તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ પાટીદડ ગામ ખાતે યોજાયો  આ લોકોનું સન્માન કરવામાં આવ્યું
Advertisement
  1. એસ.ટી.ઢોલ હાઈસ્કૂલ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી
  2. 5 વ્યક્તિઓ અને 14 શિક્ષકોનું વિશિષ્ટ સન્માન કરાયું
  3. દેશ ભક્તિને લગતા ગીતો પર કૃતિ રજુ કરવામાં આવી હતી

Gondal: અખંડ ભારતના 76માં પ્રજાકસતાક દિનની ઉજવણી તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ પાટીદડ ગામમાં આવેલ એસ.ટી.ઢોલ હાઈસ્કૂલ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા મામલતદાર આર.બી. ડોડીયા ના વરદ હસ્તે સવારે 09 : 00 કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાલુકા મામલતદાર દ્વારા રાષ્ટ્રીય પર્વ પર ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ પરેડ દ્વારા સશસ્ત્ર સલામી તથા રાષ્ટ્રગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પાટીદડ ગામની વિવિધ શાળાઓ દ્વારા દેશ ભક્તિને લગતા ગીતો પર કૃતિ રજુ કરવામાં આવી હતી. તેમજ ગોંડલ શહેર તેમજ તાલુકા વિશિષ્ઠ પ્રતિભા ધરાવતી તાલુકાના 5 વ્યક્તિઓ અને 14 શિક્ષકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા ગુજરાત ફર્સ્ટની અપીલ! આ રીતે કરવાનું છે વોટિંગ

Advertisement

ગામના ત્રણ માજી સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું

ઉપરાંત 5 આંગણવાડીની આશાવર્કર બહેનો, પરફેક્ટ ક્લાસિસ UCMASના સંચાલક રજનીશભાઈ રાજપરાના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થીઓ જે એક મિનિટમાં 97 ભાગાકાર કરનાર ઓમ જોશી, એક મિનિટમાં 75 ગુણાકાર કરી વર્લ્ડ રેકોર્ડ કરનાર કકડીયા ધ્યગ તેમજ ઈન્ટરનેશનલ કોમ્પિટિશન દિલ્હી ખાતે ચેમ્પિયન બનનાર ગજેરા અચ્યુત, પાટીદડ ગામના ત્રણ માજી સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર 110 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Republic Day 2025: આ દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ: હર્ષ સંઘવી

આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા

આ તકે સમારોહમાં તાલુકા PSI આર.જે. જાડેજા, તાલુકા વિકાસ અધિકારી એમ. એમ. ઉકાવાલા, નાયબ મામલતદાર સી.જી. પારખિયા, જિલ્લા પંચાયતના સદસ્ય અમૃતભાઈ મકવાણા, પાટીદળ સરપંચ મુકેશભાઈ વિરડીયા, ઉપ સરપંચના પ્રતિનિધિ ગોપાલભાઈ ખાચર, પાટીદડ ગામના માજી સૈનિક નવનીતભાઈ કાછળ, જીતેન્દ્રભાઈ જાદવ, જીજ્ઞેશભારથી ગૌસ્વામી, બ્લોક હેલ્થ ઓફિસર જી.પી. ગોયલ, પાટીદડ ગામના નિવૃત ડી.એફ.ઓ ચુનિભાઈ વારસાણી, ફોરેસ્ટ ઓફિસર એસ. જે. ચુડાસમા તેમજ સ્ટાફ, તલાટી મંત્રી પી.ડી. ડાંગોદરા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિવિધ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આમંત્રિત મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશીષભાઈ શાહ તેમજ ગૌરાંગભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Surat: એક એવું મંદિર કે જ્યાં ફુલ કે પ્રસાદ નહીં પરંતુ ભક્તો ચઢાવે છે જીવતા કરચલા, જાણો શું છે દંતકથા

Tags :
Advertisement

.

×