Gondal તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકના ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, કાલે થશે મતગણતરી
- સુલતાનપુર બેઠક પર 45.26 ટકા સાથે શાંતિ પૂર્વક મતદાન
- કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું
- આવતીકાલે મંગળવારના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે
Gondal: રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ પેટાચૂંટણીઓ પર મતદાન થઈ રહ્યું છે. ગોંડલ તાલુકાની તાલુકા પંચાયતની એક સુલતાનપુર બેઠક પર પેટાચૂંટણી પર વહેલી સવારથી શાંતિપૂર્વક માહોલમાં સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. નોંધનીય છે કે, સુલતાનપુર 6 બુથ પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી.
ભાજપ અને કોંગ્રેસ મહિલા ઉમેદવાર વચ્ચે થઈ હતી ટક્કર
ગોંડલ તાલુકાની સુલતાનપુર તાલુકા પંચાયતની બેઠક પર સુલતાનપુર ગામની 3 બિલ્ડીંગ ધૂળશિયા રોડ પર આવેલ સુલતાનપુર હાઈસ્કૂલ, કન્યા શાળા સુલતાનપુર અને કુમાર તાલુકા શાળામાં અલગ અલગ 6 બુથમાં 1 ઝોનલ ઓફિસર, વિકલાંગો માટે વ્હિલ ચેરની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી, સુલતાનપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ મહિલા ઉમેદવાર વચ્ચે ટક્કર થઇ હતી. ભાજપના વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયા અને કોંગ્રેસના નલીનાબેન ગોપાલભાઈ કુંજડિયા શિવરાજગઢ વાળા બન્ને મહિલા ઉમેદવારોએ સુલતાનપુર પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, બન્ને ઉમેદવારોના ભાવિ સુલતાનપુર ગામના મતદારો 45.26 ટકા મતદાન કરી ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કરાવ્યું હતું.
આ પણ વાંચો: નગરપાલિકાની ચૂંટણીમાં 99 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, સરેરાશ 72.65 ટકા મતદાન થયું
ચૂંટણી દરમિયાન ગોઠવાયો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ચૂંટણી દરમિયાન મતદાન મથકમાં કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે 1 PI, 1 PSI, 25 પોલીસ સ્ટાફ, 6 જેટલા બોડી કેમેરા સાથે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતદાન માટે આવતા વૃધ્ધ મતદારોને મતદાન મથક સુધી હાથ પકડીને પહોંચાડવાનું સરાહનીય કાર્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક પર 6566 મતદાતાઓ છે ત્યારે મતદાન મથકો ઉપર આમ, તમામ પ્રક્રિયા પારદર્શક રીતે તેમજ લોકો વધુને વધુ મતદાન કરે અને કોઈ પણ જાતનું બોગસ વોટીંગ ના થાય તે માટેના તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. 1740 પુરુષો અને 1232 મહિલાઓ એ મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: Jamnagar: જોડિયાના બાલંભા પાટિયા પાસે બની હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોના મોત
આવતી કાલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
ગોંડલ તાલુકાની સુલતાનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું છે. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે EVM ને સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા હતાં. આવતીકાલે તારીખ 18ને મંગળવારના રોજ મતગણતરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તાલુકા સેવા સદન ખાતે બી. ડિવિઝન પી.આઈ જે.પી. ગોસાઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.