Gondal તાલુકા પોલીસે 90 લાખથી વધુ કિંમતની 18,675 વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો
Gondal: ગુજરાતમાં હવે દારૂ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય તેવું કેટલેક અંશે લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગોંડલમાં પોલીસે રૂપિયા 90 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો છે.
Advertisement
- રૂપિયા 90 લાખની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો
- પોલીસે કુલ 11 જેટલી જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો
- દારૂ નાશ કરતા સમયે સ્થળ પર તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
Gondal: ગુજરાતમાં હવે દારૂ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય તેવું કેટલેક અંશે લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગોંડલમાં પોલીસે રૂપિયા 90 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો છે. ગોંડલ LCB પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના મોટા પ્રમાણમાં જથ્થાનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખરાબાની જગ્યામાં 18,675 વિદેશી દારૂની બોટલનો રૂપિયા 90.57 લાખથી વધુ કિંમત રૂપિયાનોનો નાશ કરવામાં આવ્યો હતો.

