Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: પોલીસે હત્યાના રહસ્યનો ભેદ ઉકેલ્યો, ગણતરીના કલાકમાં કરી લીધી ધરપકડ

Gondal Taluka Police: રહસ્યમય ઘટનાનો ભેદ ગણતરીનાં દિવસોમાં પોલીસે ઉકેલી હત્યારા હસમુખ વ્યાસને ગોંડલ ચોકડીથી રીબડા વચ્ચે દબોચી લઇ રીમાંન્ડ ની તજવીજ હાથ ધરી છે.
gondal  પોલીસે હત્યાના રહસ્યનો ભેદ ઉકેલ્યો  ગણતરીના કલાકમાં કરી લીધી ધરપકડ
Advertisement
  1. ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે બની હતી હત્યાની ઘટના
  2. ગોંડલ તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી હત્યારાને પકડી પાડ્યો
  3. સતત પુછતાછથી કંટાળીને પોતાને મૃત જાહેર કરવાં ખોફનાક કારસો ઘડયો

Gondal Taluka Police: ગોંડલનાં મોટા મહીકા ગામે ગત ખંઢેર જેવા મકાનમાંથી અર્ધ બળેલી લાશની રહસ્યમય ઘટનાનો ભેદ ગણતરીનાં દિવસોમાં પોલીસે ઉકેલી હત્યારા હસમુખ વ્યાસને ગોંડલ ચોકડીથી રીબડા વચ્ચે દબોચી લઇ રીમાંન્ડ ની તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં ઘણાં લોકોને અયોધ્યામાં કેટરીંગ કામ અપાવી દેવાની ગુલબાંગો ફેક્યા બાદ કામ માટે ઉઘરાણાં શરુ થતા કંટાળીને પોતાને મૃત જાહેર કરવા પાડોશી બાવાજી યુવાનને દોરીથી ગળાફાંસો દઇ મોતને ઘાટ ઉતારી દીધાની કબુલાત હસમુખે કરી હતી.

આ પણ વાંચો: સોશિયલ માડિયાથી બાળકોને રાખો દૂર! અરવલ્લીમાં 10 વર્ષની બાળકી ઇન્સ્ટાગ્રામથી પડી પ્રેમમાં અને...

Advertisement

ઘડના સાચી હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી હતી

પ્રાપ્ત વિગત મુજબ મોટા મહીકામાં અર્ધ બળેલી હાલતમાં પુરુષની લાશ મળ્યા બાદ તાલુકા પીઆઇ જે.પી.રાવ ઉપરાંત એલસીબી તથા એસઓજી ટીમે તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. પ્રાથમીક તપાસમાં મૃતદેહ રાજકોટ રહેતા હસમુખ મુળશંકરભાઈ ધાનજા વ્યાસ હોવાનુ બહાર આવ્યુ હતું. દરમિયાન રાજકોટની સદગુરુ સોસાયટીમાં રહેતી ગાયત્રીબેન ગૌસ્વામીએ પોતાનો પતિ સંદીપભાઈ તેનાં પાડોશમાં રહેતા હસમુખ સાથે ગયા પછી ગુમ થયાનુ જાહેર કર્યા બાદ પીએમ દરમિયાન મૃતદેહ પોતાના પતિ સંદીપનો હોવાનુ જણાવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી

પોલીસે અત્યારે આગળની તપાસ હાથ ધરી

પોલીસ તપાસમાં શાપરનો સગીર બનાવ સમયે હાજર હોય તેવી માહીતી મળતા પોલીસે શાપર થી સગીર ને ઉઠાવી લઇ પુછપરછ કરતા હસમુખે સંદીપની હત્યા કરી પોતાની ઓળખ થાય તે માટે મૃતદેહની બાજુમાં પોતાનાં ચપ્પલ, પાકીટ, આધારકાર્ડ સહિત ડેક્યુમેન્ટ રાખી દઇ પોતે મૃત્યુ પામ્યાની સ્ટોરી ઘડી હતી. મૃતક તરીકે ઓખાયેલ શખ્સ ખુદ હત્યારો હોવાનુ બહાર આવતા અલગ અલગ લોકેશન ટ્રેસ કરી હસમુખને ગોંડલ રીબડા વચ્ચેથી જડપી લીધો હતો. આ મામલે તપાસનિશ પીઆઇ. જે પી રાવે જણાવ્યુ કે, નિર્હભયા કાંડમાં જેમ સગીર આરોપીનાં સાયકોલોજી ટેસ્ટ થયા હતા. તેમ આ હત્યામાં સંડોવાયેલા સગીરનો સાઇકોલોજી ટેસ્ટ કરાશે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×