Gondal : વેપારી પર હુમલો કરનારને દબોચતી LCB, રી-કન્સ્ટ્રક્શન કરાયું
- Gondal માં બે મહિના પહેલા વેપારી પર હુમલાની ઘટના સામે આવી હતી
- ઘટનાના આરોપીઓને બે મહિના બાદ મુંબઇથી દબોચતી LCB
- આજે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રી કન્સ્ટ્ર્ક્શન કરવામાં આવ્યું
Gondal : ગોંડલમાં ધુળેટીની રાત્રે કૈલાશ કોમ્પ્લેક્સ પાસે એક વેપારી પર થયેલા જીવલેણ હુમલાના ચકચારી કેસમાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે (Trader Attack Case). વેપારી પર હુમલો કરીને છેલ્લા બે મહિનાથી ફરાર થઈ ગયેલા ત્રણ મુખ્ય આરોપીઓને LCB (Gondal - Local Crime Branch) પોલીસે મુંબઈથી દબોચી લીધા છે. ધરપકડ બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળનું રી-કન્સ્ટ્રક્શન (Re Construction) કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.
Gondal, શું હતો સમગ્ર મામલો ?
મળતી માહિતી મુજબ, ગોંડલની નાની બજારમાં આવેલી પાઘડી પટ્ટાની દુકાન ખાલી કરાવવા જેવી નજીવી બાબતમાં મોટો વિવાદ સર્જાયો હતો. આ ડખાના કારણે ધુળેટીની રાત્રે કૈલાશ કોમ્પ્લેક્ષમાં આવેલી 'વિનાયક મોબાઈલ' નામની દુકાન પાસે ગૌરવ જોષી નામના યુવાન પર આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. ગૌરવ પર ઘાતકી હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો - Jamnagar માં બિલ્ડરના ઈશારે તંત્રની જોહુકમી? વૃદ્ધ દંપતીના આસરા પર બુલડોઝર ફરતાં Ahir Samaj રોષે
Gondal, 2 મહિના બાદ આરોપીઓ ઝડપાયા
હુમલાની આ ઘટના બાદ આરોપીઓ પોલીસને હાથતાળી આપીને ભાગતા ફરતા હતા. જો કે, બે મહિના જેટલો સમય વીતી ગયા બાદ આખરે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મુંબઈમાં દરોડો પાડીને ફરાર થઈ ગયેલા ત્રણેય મુખ્ય આરોપીઓને ગઈકાલે ઝડપી પાડ્યા હતા.
ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રી-કન્સ્ટ્રક્શન
આજે LCB અને એ-ડિવિઝન પોલીસની ટીમ ત્રણેય આરોપીઓને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કૈલાશ કોમ્પ્લેક્સ પાસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને આરોપીઓએ કઈ રીતે વેપારી પર હુમલો કર્યો તેનું સમગ્ર રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહીને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. પોલીસે હાલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Mehsana માં સ્કોર્પિયોએ સર્જ્યો અકસ્માત, પછી જે નીકળ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ!


