Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા પ્રકરણમાં બદલી થયાની ચર્ચા!

ગોંડલના 'એ' તથા 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં PI ની તાત્કાલિક બદલી થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
gondal   વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા પ્રકરણમાં બદલી થયાની ચર્ચા
Advertisement
  1. Gondal A અને B ડિવિઝનનાં PI ની તાત્કાલિક અસરથી બદલી કરાઈ
  2. SP હિમકરસિંહ દ્વારા બન્ને PI ની અરસ-પરસ બદલીનાં આદેશ કરાયા
  3. બન્ની ગજેરાને મદદ કરનાર વકીલની થઈ હતી ધરપકડ
  4. વકીલ દિનેશ પાતર અને પિયુષ રાદડિયાને ટોર્ચર કરવાનો PI પર આરોપ
  5. સુલતાનપુર પોલીસ સ્ટેશનના PI ને લિવ રિઝર્વ રખાયા

રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલમાંથી મોટા સમાચાર આવ્યા છે. ગોંડલના 'A' ડિવિઝન તથા 'B' ડિવિઝન પોલીસ સ્ટેશનનાં PI ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. SP હિમકરસિંહ દ્વારા બંને પીઆઈની અરસ-પરસ બદલીનો આદેશ કરાયો છે. આ સાથે સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં PI ને લિવ રિઝર્વ રખાયા હોવાની માહિતી છે. પીઆઈની અચાનક બદલીઓથી પોલીસ બેડામાં (Gondal Police) અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Porbandar : 5 થી 6 યુવાન દરિયામાં નહાવા ગયા, અચાનક એક ઊંડા પાણીમાં ખેંચાયો, થયું મોત

Advertisement

Advertisement

વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા પ્રકરણમાં બદલીઓ થઈ હોવાની ચર્ચા

જણાવી દઈએ કે, વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા પ્રકરણમાં મદદગારીમાં એડવોકેટ દિનેશ પાતર (Dinesh Patar) તથા પિયુષ રાદડિયાની (Piyush Radadia) ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ગોંડલ તાલુકા A ડિવિઝન, B ડિવિઝન તથા સુલતાનપુર પોલીસમાં ગુના નોંધાયા હોવાથી આ બન્નેએ પોલીસ દ્વારા ટોર્ચર કર્યાનાં સોશિયલ મીડિયા થકી આક્ષેપ કર્યા હતા. આ અંગે અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiriya) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghvi) પણ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો - Abortion Scam : 10 થી 25 હજારમાં ગેરકાયદે ગર્ભપાત કરાવી આપતી નર્સ રંગે હાથ પકડાઈ

ક્યાં કોની કરાઈ બદલી ?

દરમિયાન, જિલ્લા પોલીસ અધિક્ષક હિકમરસિંહ દ્વારા આ પોલીસ સ્ટેશનનાં PI ની તત્કાલ અસરથી જાહેરહિતમાં બદલીની જગ્યાએ હાજર થવાનાં આદેશ કરતા બન્ની ગજેરા પ્રકરણમાં (YouTuber Banni Gajera) બદલી થયાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. ગોંડલ A 'ડિવિઝન પોલીસ સ્ટેશનનાં (Gondal Police) પીઆઇ એ.સી. ડામોરની બદલી વિંછીયા પોલીસ સ્ટેશનમાં તથા ગોંડલ B ડિવિઝન પીઆઇ જે.પી. ગોસાઈની ધોરાજી તાલુકા પોલીસમાં કરાઇ છે. જ્યારે, સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં PI એમ.જે. ચૌધરીને લીવ રિઝર્વ રખાયા છે. એ ડિવિઝનમાં ધોરાજીથી એલ.આર. ગોહિલ તથા બી ડિવિઝનમાં વિંછીયાથી જે.પી. રાવ તથા સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જે.એમ. ખાચરની નિમણૂક કરાઇ છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Alpesh Kathiria : અલ્પેશ કથીરિયાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત, કરી આ રજૂઆત

Tags :
Advertisement

.

×