Gondal: ગોંડલી નદી પર 65 કરોડનાં ખર્ચે બનશે બે બ્રિજ, કેન્દ્રીય મંત્રીનાં હસ્તે થયું ખાતમુહૂર્ત
- હાઇકોર્ટના આદેશથી નવા બે બ્રીજનું ખાત મુહુર્ત કરાયું
- કોંગ્રેસના આગેવાન યતિશભાઈ દેસાઈએ દાખલ કરી હતી PIL
- આ પ્રસંગે અનેક નેતાઓ અને આગેવાનો હાજર રહ્યાં હતા
Gondal: ગોંડલના રાજાશાહી સમયના બે પુલ જર્જરીત હોવાની હાઇકોર્ટમાં કોંગ્રેસના આગેવાન યતિશભાઈ દેસાઈએ પીઆઈએલ દાખલ કરી હતી. જેમને પગલે હાઇકોર્ટના નિર્દેશન મુજબ હરકતમાં આવેલી રાજ્ય સરકારે રૂપિયા 65 કરોડના ખર્ચે બે બ્રિજ મંજૂર કર્યા હોય જેનુ ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખભાઇ માંડવીયા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત વોરકોટડા રોડ પર વિજયનગર ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું.
આ પણ વાંચો: ‘જાહેરમાં આવો, તમારી સામે હું જવાબ આપીશ’ સતાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની ઓપન ચેલેન્જ
હાઇકોર્ટના આદેશ રાજ્ય સરકાર દ્વારા બે બ્રિજ મંજુર કરાયા
યતિષભાઈ દેસાઈ દ્વારા ગોંડલી નદી પરના જુનવાણી બ્રિજ પર મોરબીના ઝુલતા પુલ જેવી દુર્ઘટના સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. જેને પગલે હાઇકોર્ટ દ્વારા આકરું વલણ અખત્યાર કરી રાજ્ય સરકારને ઉધડો લેવાયો હતો.રાજ્ય સરકાર દ્વારા બે બ્રિજ મંજુર કરાયા હતા. રાજાશાહી સમયના બન્ને પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાતા એસટી બસો, સ્કુલબસ સહિત ભારે વાહનોને સાત થી આઠ કી.મી.નો ફેરો લગાવવો પડે છે.
આ પણ વાંચો: Ahmedabad RTOએ લીધો મોટો નિર્ણય, શહેરમાં રેપીડો જેવી કોમર્શિયલ બાઈક રાઈડ બંધ
નદી ઉપર બ્રિજની મંજુરી મળી હોય ખાતમુહૂર્ત કરાયું
કોલેજચોક જીમખાના પાસેથી નદી ઉપર તથા ભોજરાજપરા સાઇડીંગ પાસેથી નદી ઉપર બ્રિજની મંજુરી મળી હોય ખાતમુહૂર્ત કરાયું હતું. જે આગામી સમયમાં રાહતરુપ ગણાશે.ખાતમુહૂર્ત સમયે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નાગરિકબેન્ક ચેરમેન અશોકભાઇ પીપળીયા, માર્કેટયાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, નગરપાલીકા પ્રમુખ અશ્વીનભાઈ રૈયાણી, કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા, બાંધકામ ચેરમેન જગદીશભાઈ રામાણી, સમીરભાઈ કોટડીયા, અશ્વિનભાઈ ઠુંમર, નગરપાલિકા ઉપ પ્રમુખ પરિતાબેન ગણાત્રા, રીનાબેન ભોજાણી, ભાવનાબેન રૈયાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.