ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RAJKOT માં સરકારી શિક્ષક વિદ્યાર્થીનીઓને પોર્ન મુવી દેખાડી નગ્ન થઇ ગયો અને...

RAJKOT માં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના બેડી ગામની સરકારી શાળામાં શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી છે
02:25 PM Jan 06, 2025 IST | KRUTARTH JOSHI
RAJKOT માં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના બેડી ગામની સરકારી શાળામાં શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી છે
Teacher molested female students

Rajkot News : RAJKOT માં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના બેડી ગામની સરકારી શાળામાં શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા શિક્ષકને મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર મામલે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યા અડપલા

રાજકોટના બેડી ગામમાં આવેલી સરકારી શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અવાર નવાર લંપટ શિક્ષકોનો ભોગ બનતી રહે છે. આ કિસ્સામાં રાજકોટના બેડી ગામની સરકારી શાળામાં કમલેશ અમૃતિયા નામના શિક્ષકે ધોરણ 5 અને 6 માં વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો : Patna : ગાંધી મેદાનમાં ભૂખ હડતાળ પર બેઠેલા પ્રશાંત કિશોરની ધરપકડ બાદ જામીન

વિદ્યાર્થીનીઓને અલાયદા રૂમમાં લઇ જઇને અડપલા

સરકારી શાળામાં નોકરી કરતો કમલેશ અમૃતિયા વિદ્યાર્થીનીઓને એક અલાયદા રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે વિદ્યાર્થીઓને પહેલા પોર્ન મુવી દેખાડી હતી. ત્યાર બાદ તે અર્ધનગ્ન થઇ જઇને વિદ્યાર્થીનીઓ સામે ચેનચાળા કરવા લાગ્યો હતો. આવું તે અવાર નવાર કરતો હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે વિદ્યાર્થીનીના વાલી દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને જોતા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

લંપટ શિક્ષકની અટકાયત કરીને પોલીસ પુછપરછ

પ્રાથમિક રીતે વિદ્યાર્થીનીના આક્ષેપોને ધ્યાને રાખીને પોલીસ દ્વારા શિક્ષકની અટકાયત કરી લેવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની તપાસ પણ ચાલી રહી છે. વિદ્યાર્થીનીઓનું કાઉન્સેલિંગ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. કોઇ અન્ય વિદ્યાર્થીઓ સાથે આવી હરકત કે અન્ય કોઇ પ્રકારના સંબંધ તો તેણે નથી બાંધ્યાને તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : hMPV Guide Line: ભયાનક ચીની વાયરસથી બચવા માટે શું કરશો, શું નહી?

Tags :
arrested by policefemale studentsgovernment teacherGujarat FirstGUJARAT FIRST NEWSGujarat PoliceGujarati NewsGujarati Samacharlatest newsRAJKOTrajkot policeshowing porn movieSpeed NewsTeacher got nakedTeacher molested female students in RajkotTrending News
Next Article