Edible Oil Price Hike: સાતમ-આઠમ પહેલા જનતાને મોંઘવારીનો ડામ, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો
Edible Oil Price Hike: સૌરાષ્ટ્રમાં મગફળીની ઓછી આવકને કારણે રાજકોટમાં (Rajkot) છેલ્લા 15 દિવસથી સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંગતેલનો ડબ્બો 50 રૂપિયા વધીને 2820 રૂપિયા અને કપાસિયા તેલનો ડબ્બો 30 રૂપિયા વધીને 2670 રૂપિયા થયો છે. સાતમ-આઠમના તહેવારો પહેલા પામોલીન સહિતના ખાદ્યતેલો મોંઘા થતાં નાફેડ (NAFED) દ્વારા મગફળીનો જથ્થો મુક્ત કરી ભાવ સ્થિર કરવાની માંગ ઉઠી છે.
Advertisement
Edible Oil Price Hike: સૌરાષ્ટ્રના (Saurashtra) મુખ્ય વ્યાપારી કેન્દ્ર એવા રાજકોટ (Rajkot) સહિત સમગ્ર પંથકમાં તહેવારોની સિઝન શરૂ થતાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે. ખાદ્યતેલોના (Edible Oils) ભાવમાં છેલ્લા 15 દિવસથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, મગફળીની (Groundnut) ઓછી આવક અને પોલાણ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે સિંગતેલના (Groundnut Oil) ભાવ આસમાને પહોંચ્યા છે. દર વર્ષે સાતમ-આઠમના તહેવારો નજીક આવતા જ ખાદ્યતેલના ભાવ વધારવાની પરંપરા આ વર્ષે પણ યથાવત રહી છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

