Government Zero Tolerance Policy: હવે લાયસન્સ રદ નહીં, સીધી થશે FIR, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી
Farmers Fraud Action: ગુજરાત સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી અને કાળાબજારી કરનારા તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) બિયારણ, ખાતર અને દવાની ગુણવત્તામાં અનિયમિતતા સામે ઝીરો ટોલરન્સની (Zero Tolerance) જાહેરાત કરી છે. છેલ્લા 3 (3) મહિનામાં 54 (54) લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે સીધી એફઆઈઆર (FIR) નોંધવાની સૂચના અપાઈ છે.
Advertisement
Jitubhai Vaghani: ગુજરાતના ધરતીપુત્રોના આર્થિક હિતો સાથે ચેડાં કરનારા નફાખોરો અને નકલી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Agriculture Minister Jitubhai Vaghani) સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ખેડૂતોને આપવામાં આવતા બિયારણ (Seeds), ખાતર (Fertilizers) અને જંતુનાશક દવાઓની (Pesticides) ગુણવત્તામાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. સરકાર આ મામલે ઝીરો ટોલરન્સની (Zero Tolerance) નીતિ પર કામ કરી રહી છે અને ખેડૂતોના પાક તેમજ મહેનતને નુકસાન પહોંચાડતા તત્વોને જેલભેગા કરવામાં આવશે.

