Gujarat: પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનારબેન પટેલને લઈ જાહેરાત
- Khodaldham ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા જાહેરાત કરાઇ
- ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલનું (Anarben Patel) નામ જાહેર
- ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનારબેન પટેલ સંભાળશે
Rajkot ખોડલધામથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ખોડલધામ (Khodaldham) સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલનું (Anarben Patel) નામ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં (Anandiben Patel) પુત્રી અનાર પટેલને લઈ જાહેરાત કરાઇ છે.
Khodaldham ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત જાહેરાત
ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે અનારબેન પટેલનું (Anar Patel) નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમ જ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા અનારબેન પટેલના નામની ઘોષણા કરવામાં આવી છે. હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનારબેન પટેલ સંભાળશે. તેમ જ ખોડલધામ (Khodaldham) ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે.
Khodal dham Anar Patel: ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા અનાર પટેલ | Gujarat First
ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા નામની જાહેરાત કરાઈ
ખોડલધામના સંગઠનનું કામકાજ સંભાળશે અનાર પટેલ
કન્વીનર મીટ-2026માં કરવામાં આવી જાહેરાત#Khodaldham #AnarPatel #NareshPatel #KhodaldhamOrganisation… pic.twitter.com/zxRRTCJuTZ— Gujarat First (@GujaratFirst) January 21, 2026
ખોડલધામ ખાતે નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં 2026 કન્વીનર મીટ યોજાઇ
ખોડલધામ ખાતે નરેશભાઈ પટેલની (Nareshbhai Patel) અધ્યક્ષતામાં 2026 કન્વીનર મીટ યોજાઇ છે, જેમાં અનારબેન પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 9 વર્ષ પૂર્ણ થતા નરેશભાઈ પટેલે નવા કન્વીનરોની જાહેરાત કરી છે. અનારબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી છે. 2026 કન્વીનર મીટમાં સંગઠનની ભાવિ દિશા, કામગીરી અને એકતાને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઇ છે.
હવે ખોડલધામનાં સંગઠનને લગતા કામકાજ અનારબેન પટેલ સંભાળશે
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે (Naresh Patel) અનારબેન પટેલનાં નામની ઘોષણા કરી છે, જેમાં જણાવ્યું છે કે હવે ખોડલધામનાં સંગઠનને લગતા કામકાજ અનારબેન પટેલ સંભાળશે. ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરના જિલ્લા, તાલુકા, શહેર અને વોર્ડ સ્તરના કન્વીનરો તથા સહ-કન્વીનરો (ભાઈઓ અને બહેનો) આ મીટમાં ઉપસ્થિત રહ્યાં છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આયોજિત આ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ, અનારબેન પટેલ (Anarben Patel), પૂર્વ મંત્રી જશુબેન કોરાટ સહિતના ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Gujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


