Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Bomb Threat News: હવે રાજ્યની અનેક RTO કચેરીઓને ઉડાવી દેવાની ધમકી, ષડયંત્ર કે ટીખળ?

Gujarat Bomb Threat News: ગુજરાત (Gujarat) માં છેલ્લા કેટલાય સમયથી શાળાઓ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) ઓ મળવાનો સિલસિલો યથાવત છે, ત્યારે આજે ફરી એકવાર રાજ્યના મુખ્ય શહેરોની RTO કચેરીઓને નિશાન બનાવવામાં આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ મચી ગયો છે.
gujarat bomb threat news   હવે રાજ્યની અનેક rto કચેરીઓને ઉડાવી દેવાની ધમકી  ષડયંત્ર કે ટીખળ
Advertisement
  • ગુજરાત (Gujarat) માં બોમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત
  • એકસાથે અનેક શહેરોની RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
  • શહેરોમાં ઈ-મેઈલ મારફતે ધમકીઓ આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ
  • ધમકીને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી

Gujarat Bomb Threat News: ગુજરાત (Gujarat) માં છેલ્લા કેટલાય સમયથી શાળાઓ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) ઓ મળવાનો સિલસિલો યથાવત છે, ત્યારે આજે ફરી એકવાર રાજ્યના મુખ્ય શહેરોની RTO કચેરીઓને નિશાન બનાવવામાં આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ મચી ગયો છે. એકસાથે અનેક શહેરોમાં ઈ-મેઈલ મારફતે મળેલી આ ધમકીને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

અમદાવાદ (Ahmedabad)

અમદાવાદમાં વસ્ત્રાલ અને સુભાષબ્રિજ એમ બંને RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વહેલી સવારે ઈ-મેઈલ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અધિકારીઓને સવારે 8 વાગ્યે જાણ થતા તાત્કાલિક કચેરી ખાલી કરાવાઈ હતી. ACPના જણાવ્યા અનુસાર, 13 ઝેરી ગેસથી કચેરી ઉડાવવાની ધમકી અપાઈ હતી. બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

Advertisement

Advertisement

સુરત (Surat)

સુરત RTO કચેરીને પણ મેઈલ મારફતે ધમકી મળતા જ અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક RTOના ટ્રેક ટેસ્ટ બંધ કરાવી કચેરી ખાલી કરાવાઈ હતી. DCP લખધીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને SOGની ટીમે સમગ્ર પરિસરની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં કંઈ વાંધાજનક ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે અને સાયબર ક્રાઈમ દ્વારા ઈ-મેઈલના સોર્સની તપાસ શરૂ કરાઈ છે.

રાજકોટ (Rajkot)

રાજકોટ RTOમાં પણ ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, SOG અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે આખી કચેરી ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વડોદરા (Vadodara)

વડોદરાની RTO કચેરીને પણ આવો જ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. હરણી પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. કચેરીમાં કામકાજ અટકાવીને તમામ અરજદારો અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા અને ખૂણેખૂણાનું ચેકિંગ હાથ ધરાયું હતું.

કચ્છ-ભુજ (Kutch-Bhuj)

સરહદી જિલ્લા કચ્છના ભુજમાં આવેલી RTO કચેરીને પણ નિશાન બનાવવામાં આવી હતી. ધમકી મળતા જ સમગ્ર કચેરી પરિસર ખાલી કરાવી દેવાયું હતું. સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પાટણ (Patan)

ગાંધીનગર RTO હેડ ઓફિસમાંથી મળેલી સૂચના બાદ પાટણ RTO કચેરીમાં પણ તકેદારીના ભાગરૂપે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. રાજ્યવ્યાપી આ ધમકીના ઈ-મેઈલને પગલે પાટણની કચેરીના તમામ કર્મચારીઓ અને અરજદારો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા અને સતર્કતાના ભાગરૂપે તપાસ શરૂ કરાઈ હતી.

જામનગર (Jamnagar)

જામનગર (Jamnagar) આરટીઓ કચેરીને પણ ગત વહેલી સવારે ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે જામનગર આરટીઓ અધિકારી એ. જે. વ્યાસે જણાવ્યું હતું કે, વહેલી સવારે ધમકીભર્યો ઈ-મેઈલ મળતાની સાથે જ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક પોલીસને જાણ કરી સમગ્ર કચેરી પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. જામનગર આરટીઓ કચેરીની ભૌગોલિક સ્થિતિ સંવેદનશીલ હોવાથી, એટલે કે એરપોર્ટ અને એરફોર્સ સ્ટેશન જેવા મહત્વના સંરક્ષણ સ્થળો નજીકમાં જ હોવાથી પોલીસ તંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યું હતું અને બોમ્બ સ્ક્વોડની ટીમે સ્થળ પર પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

સમગ્ર રાજ્યમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં સરકારી કચેરીઓને ધમકી મળતા આ કોઈ મોટું ષડયંત્ર છે કે કોઈની ટીખળ, તે દિશામાં સાયબર ક્રાઈમ અને સુરક્ષા એજન્સીઓ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:  Kheda Crime News: માર્કેટ યાર્ડની અનાજ-કરિયાણાની 7 થી 8 દુકાનોમાં તસ્કરો હાથફેરો કરી ગયા, પોલીસ દોડતી થઈ

Tags :
Advertisement

.

×