Chemists Strike in Gujarat: ગુજરાતમાં આજે 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ, જાણો શું છે માગણી અને ઇમરજન્સી માટેની વ્યવસ્થા
- ગુજરાત (Gujarat) માં આજે 35,000 થી વધુ મેડિકલ સ્ટોર્સની હડતાળ
- ઓનલાઈન દવાના વેચાણ સામે ગુજરાત કેમિસ્ટ એક દિવસ હડતાળ પાડી વિરોધ નોંધાવશે
- ચાર અલગ અલગ મુદાઓ માંગ સાથે કેમિસ્ટ હડતાળ પર ઉતર્યા
- ઓનલાઈન થતું દેવના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગ
- ગુજરાત કેમિસ્ટ સાથે રાજકોટના 1600 કેમિસ્ટ પણ હડતાળ ઉતર્યા
- ઇમરજન્સી જરૂરિયાત દવા માટે 15 જેટલા મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા
Chemists Strike in Gujarat: ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ અને મોટી કોર્પોરેટ કંપનીઓની જોહુકમી સામે આજે સમગ્ર ગુજરાતના ફાર્મસી વ્યવસાયીઓએ મોરચો માંડ્યો છે. 'ઓલ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન' (All Gujarat Chemists Association) ના આહવાન પર આજે રાજ્યભરની 35,000 થી વધુ દવાની દુકાનો (Medical Stores) એ એક દિવસીય બંધ પાળીને ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest Strike) નોંધાવ્યું છે. કેમિસ્ટોની આ હડતાળને પગલે રાજ્યના આરોગ્ય ક્ષેત્રે અને ફાર્મા માર્કેટમાં મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગુજરાત (Gujarat) માં આજે 35,000 થી વધુ મેડિકલ સ્ટોર્સની હડતાળ
મેડિકલ સ્ટોર ધારકો મુખ્યત્વે ચાર પડતર માંગણીઓ (Four Main Demands) સાથે હડતાળ પર ઉતર્યા છે. જેમાં ઓનલાઈન થતા દવાના વેચાણ (Online Medicine Sales) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા, કેન્દ્ર સરકાર દ્વારા 28 ઓગસ્ટ 2018 ના રોજ બહાર પાડેલું GSR 817 (E) નોટિફિકેશન પરત ખેંચવા અને 26 માર્ચ 2020 નું GSR 220 (E) નોટિફિકેશન તાત્કાલિક રદ (Notification Cancellation) કરવાની માંગ પ્રમુખ છે. આ ઉપરાંત, મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી અયોગ્ય ડિસ્કાઉન્ટ નીતિ (Corporate Discount Policy) સામે સરકાર કડક નિયમો લાવે તેવી પણ કેમિસ્ટોની ઉગ્ર માંગ છે.
ઇમરજન્સી માટે 15 જેટલા મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા
આ હડતાળમાં ગુજરાતની સાથે રાજકોટના પણ અંદાજે1600 જેટલા કેમિસ્ટો (Chemists) જોડાયા છે અને પોતાની દુકાનો સંપૂર્ણ બંધ રાખી છે. જો કે, હડતાળ દરમિયાન મેડિકલ ઇમરજન્સી (Medical Emergency) ના સમયે દર્દીઓ અથવા તેમના પરિજનોને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે એસોસિએશન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં કટોકટીના સમયે દવાઓ મળી રહે તે માટે 15 જેટલા નિયત મેડિકલ સ્ટોર્સને ખાસ ખુલ્લા રાખવામાં આવ્યા છે (Emergency Medical Stores Open), જેથી ગંભીર દર્દીઓ હેરાન ન થાય.
આ પણ વાંચો: Aravalli Liquor Seized:લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો, રૂ. 21.62 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ


