Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat: સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી

Gujarat: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોના ઘેરામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફે મૃતકના ખિસ્સામાંથી 19800 રૂપિયા ગાયબ કરી નાખ્યા! મધ્યપ્રદેશના વતની માંડણકુંડલા ખેતમજૂરી કરતા સાગર ભોખરીયા બાઈક પર અકસ્માત થયું હતું. તેમાં પ્રથમ સારવાર ગોંડલ ત્યાંથી 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા.
gujarat  સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી
Advertisement
  • Gujarat: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોના ઘેરામાં આવી છે
  • સ્ટાફે મૃતકના ખિસ્સામાંથી 19800 રૂપિયા ગાયબ કરી નાખ્યા!
  • હોસ્પિટલ ડૉક્ટર હુમલાના CCTV તરત જાહેર કર્યા આમાં જાહેર કરશે ?

Gujarat: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોના ઘેરામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફે મૃતકના ખિસ્સામાંથી 19800 રૂપિયા ગાયબ કરી નાખ્યા! મધ્યપ્રદેશના વતની માંડણકુંડલા ખેતમજૂરી કરતા સાગર ભોખરીયા બાઈક પર અકસ્માત થયું હતું. તેમાં પ્રથમ સારવાર ગોંડલ ત્યાંથી 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા.

હોસ્પિટલ ડૉક્ટર હુમલાના CCTV તરત જાહેર કર્યા આમાં જાહેર કરશે ?

108ના કર્મીઓ દ્વારા સાગરભાઇના ખિસ્સામાંથી 19800 રૂપિયા કાઢેલા અને હોસ્પિટલમાં નાણા જમા કરાવ્યાની નોંધ પણ પાડી હતી. જોકે મૃતકના પરિવારજનોને આ નાણાં પરત મળેલા નથી. તેમજ હોસ્પિટલના CCTV ચેક કરવામાં આવે તો ભાંડો ફૂટે કે કયો સ્ટાફ કળા કરી ગયો છે. વિવાદોથી ઘેરાયેલ તપાસ સમિતિના નામે નાટકો કરશે. હોસ્પિટલ ડૉક્ટર હુમલાના CCTV તરત જાહેર કર્યા આમાં જાહેર કરશે ? તેમજ હોસ્પિટલ બેવડી નીતિથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે તેવી ચર્ચા થઇ રહી છે.

Advertisement

Advertisement

Gujarat: સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદ

ઉલ્લેખનીય છે કે રાજકોટની જીવાદોરી સમાન અને સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તેમજ અગાઉ હોસ્પિટલની અંદર કાર્યરત પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાં તાળા લટકેલા જોવા મળી રહ્યા હતા. કોઈપણ સૂચના કે નોટિસ વિના અચાનક આ મેડિકલ સ્ટોર બંધ કરવામાં આવતા દૂર-દૂરથી સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે આ જનઔષધિ કેન્દ્ર સિવિલ હોસ્પિટલમાં નહીં પણ રેડક્રોસ હેઠળ આવતું હોવાનું આરએમઓ દ્વારા જણાવાયું હતુ.

ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘા ભાવે દવાઓ લેવાની ખરીદવાની ફરજ પડી

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જનઔષધિ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતુ. જ્યાં લોકોને મોંઘાભાવની દવાઓ પ્રધાનમંત્રી યોજના હેઠળ રાહત દરે આપવામાં આવે છે. આ કેન્દ્રના અચાનક બંધ થવાથી ગરીબ દર્દીઓને હવે બહારનાં ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘા ભાવે દવાઓ લેવાની ખરીદવાની ફરજ પડી રહી હતી. જેને લઈ દર્દીઓ અને તેના પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. તેમજ હોબાળો થતા તેનું નિરાકણ આવ્યું હતુ.

આ પણ વાંચો: Gujarat Cold: અમદાવાદમાં ઠંડી માટે જાણો શું છે હવામાન વિભાગની આગાહી

Tags :
Advertisement

.

×