ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Corona Update: રાજકોટમાં કોરોનાના 8 કેસ નોંધાયા, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026

ગુજરાતમાં કોરોનાના આંકડા ચિંતા કરાવી રહ્યાં છે રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 40 થઈ અમદાવાદ કોરોનાને લીધે અત્યાર સુધી બે મોત સામે આવ્યા Gujarat Corona Update:  ગુજરાતમાં કોરોનાના આંકડા ચિંતા કરાવી રહ્યાં છે. જેમાં રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ...
11:27 AM Jun 03, 2025 IST | SANJAY
ગુજરાતમાં કોરોનાના આંકડા ચિંતા કરાવી રહ્યાં છે રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 40 થઈ અમદાવાદ કોરોનાને લીધે અત્યાર સુધી બે મોત સામે આવ્યા Gujarat Corona Update:  ગુજરાતમાં કોરોનાના આંકડા ચિંતા કરાવી રહ્યાં છે. જેમાં રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ...
covid 19 cases india

Gujarat Corona Update:  ગુજરાતમાં કોરોનાના આંકડા ચિંતા કરાવી રહ્યાં છે. જેમાં રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 40 થઈ છે. જેમાં ન્યુ રીંગરોડ સુધી કોરોના પ્રસર્યો છે. વધતા જતા કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ થયુ છે. તથા અમદાવાદ કોરોનાને લીધે અત્યાર સુધી બે મોત સામે આવ્યા છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે કોવિડના 197 એક્ટિવ કેસ છે. મહત્તમ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના પોઝિટિવ દાખલ થયો છે. આ સાથે અસારવા સિવિલમાં હાલ કુલ ત્રણ દર્દી દાખલ છે.

આજે(3 જૂન) કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટમાં આજે(3 જૂન) કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. એક મહિલા અને 7 પુરુષ સહિત નવા 8 દર્દી સામે આવ્યા છે, જોકે આજે 6 દર્દી સંપૂર્ણપણે કોરોનામુક્ત થયા છે. રાજકોટમાં અત્યારસુધીમાં કુલ દર્દીનો આંકડો 52 પર પહોંચ્યો છે. કોરોના વાયરસે એક વાર ફરીથી એન્ટ્રી થઇ છે. દેશમાં ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કેસ 4 હજારને પાર કરી ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર હાલમાં દેશમાં કોરોનાના 4026 એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર હાલમાં દેશમાં કોરોનાના 4026 એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધારે કેરળ 1416 કેસ નોંધાયા છે. જ્યારે બીજા નંબર પર છે મહારાષ્ટ્ર. ત્યાં 494 કેસ છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના 397 કેસ છે. જ્યારે 393 એક્ટિવ કેસની સાથે દિલ્હી ચોથા નંબર પર છે.

તાજેતરમાં જોવા મળેલા કોરોનાના કેસોમાં દર્દી ગંભીર રીતે બિમાર પડતો નથી

કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર સત્તાવાળાઓ ભારતમાં કોવિડ-19ની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યાં છે. મોટા ભાગના દર્દીઓને ઘરે જ સારવાર આપીને સાજા કરવામાં આવી રહ્યાં છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે હાલના તબક્કે ચિંતાનું કોઇ કારણ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના ડાયરેક્ટર જનરલ ડો. રાજીવના જણાવ્યા અનુસાર તાજેતરમાં જોવા મળેલા કોરોનાના કેસોમાં દર્દી ગંભીર રીતે બિમાર પડતો નથી.

આ પણ વાંચો: Ahmedabad: IPLની ફાઈનલ મેચ પહેલા મોટી દુર્ઘટના ટળી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બાટલો ફાટ્યો

Tags :
AhmedabadCoronaCoronaActive CaseGujaratGujaratFirstHealth Ministry
Next Article