Gujarat : શું તમે ઘર કે ઓફિસ માટે પાણીના જગ-બોટલ મંગાવી પાણી પીવો છો ? તો ચેતી જજો
- પીવા માટે પાણીના જગ લેતા હોવ તો ચેતી જજો
- રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા પાણીના 20 નમૂનામાંથી 17 પીવાલાયક નથી
- પીવા માટે પાણીના જગમાં બેકટેરિયાનું વધુ પ્રમાણ જોવા મળ્યું
Rajkot : શું તમે ઘર કે ઓફિસ માટે પાણીના જગ મંગાવી પાણી પીવો છો ? તો ચેતી જજો રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પાણી વિક્રેતા સામે મોટી કાર્યવાહી કરી છે. તેમાં 20 જેટલા પાણી વિક્રેતા પાણી નમૂના ફેલ થયા છે. તેથી પાણી વહેંચણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પ્રથમ વાર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉનાળામાં પાણી જન્ય રોગ ફેલાતો અટકાવવા મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકો બીમાર પડે તેવું પાણીના ધંધાર્થી પાણી વિતરણ કરતા હતા
લોકો બીમાર પડે તેવું પાણીના ધંધાર્થી પાણી વિતરણ કરતા હતા. કઈ કઈ કંપની પર પ્રતિબંધ મૂક્યો તેના વિશે જાણીએ તો મીરા મિનરલ વોટર, બાબા મિનરલ વોટર, એકવા નીર વોટર, માનસી વોટર, મહાદેવ વોટર, લાભ આઈસ ફેક્ટરી, જય ચામુંડા મિનરલ વોટર, ગોકુળ મિનરલ વોટર, યુ.વી.મિનરલ વોટર, એકવા ફ્રેશ વોટર, ભગવતી ડ્રિંકિંગ વોટર, ભગવતી વોટર સ્પ્લેટ, મહાદેવ આઈસ, કિશન ડ્રિંકિંગ વોટર, સ્વર્ગ ડ્રિંકિંગ વોટર રોક એકવા, યુ.વી.વોટર શિવ શક્તિ ડ્રિંકિંગ વોટર તથા શિવશક્તિ વોટર સપ્લાય અને જાહલ ડ્રિંકિંગ વોટર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
એમપીએન કાઉન્ટમાં કોલીફોર્મ કાઉન્ટ/100 એમએલ પ્રમાણે 0 હોય તો તે ઉત્તમ
ઉલ્લેખનીય છે કે એમપીએન કાઉન્ટમાં કોલીફોર્મ કાઉન્ટ/100 એમએલ પ્રમાણે 0 હોય તો તે ઉત્તમ, 1થી 3 હોય તો સંતોષકારક, 4 થી 9 હોય તો મધ્યમ અને 10 કે તેથી વધુ હોય તો તેને અસંતોષકારક ગણવામાં આવે છે. ગુજરાતના વિવિધ શહેરોમાં ઘણા લોકો પીવાના પાણી માટે ઘરમાં RO વોટર ફિલ્ટર લગાવે છે અથવા બજારમાંથી મળતા 20 લીટર પાણીના જગ મંગાવતા હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ તાજેતરમાં જગના પાણીના લીધેલા 20 સેમ્પલમાંથી 17ના સેમ્પલ પીવાલાયક ન હોવાનું નીકળતા પાણીની ગુણવત્તાને લઈ સવાલો ઉઠ્યા છે. જે પાણી પીવાલાયક ન હતું તેમાં બેકટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના પાણીનું વેચાણ બંધ કરવા આદેશ કરાયો
મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના પાણીનું વેચાણ બંધ કરવા આદેશ કરાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને શહેરની આઈસ ફેક્ટરીઓ અને પાણીના જગ ભરતા વિતરકો પાસેથી પાણીના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે આ 20 નમૂનાઓને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા, ત્યારે એક પણ નમૂનો પીવા માટે સંપૂર્ણપણે સંતોષકારક જણાયો ન હતો. ત્રણ નમૂનાઓના પરિણામો 'ઇન્ટરમીડીએટ' એટલે કે મધ્યમ સ્તરના આવ્યા હતા, જ્યારે બાકીના 17 નમૂનાઓ 'અનસેટીસફેક્ટરી' એટલે કે અમાન્ય અને પીવાલાયક ન હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: Punjab : સરહદ પર દાણચોરીનું કાવતરું નિષ્ફળ, BSFએ ડ્રોન, પિસ્તોલ અને હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો