Gujarat: અમરેલી નકલી લેટરકાંડમાં ખુલાસો, તાલુકા ભાજપના પ્રમુખ બનવા કાવતરૂ ઘડ્યું
- કૌશિક વેકરિયા સામે નકલી લેટર કર્યો હતો વાયરલ
- વિધાનસભાના નાયબ દંડક છે કૌશિક વેકરિયા
- અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ બનવા કાવતરૂ ઘડ્યું
Amreli નકલી લેટરકાંડમાં પોલીસની કાર્યવાહી સામે આવી છે. જેમાં આરોપી મનીષ વઘાસિયા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં કૌશિક વેકરિયા સામે નકલી લેટર વાયરલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કૌશિક વેકરિયા વિધાનસભાના નાયબ દંડક છે. અમરેલી તાલુકા ભાજપ (BJP) ના પ્રમુખ બનવા કાવતરૂ ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. જેમાં અમરેલી (Amreli) તાલુકા પ્રમુખ માટે 7 લોકો દાવેદારો હતા.
પોતે સક્ષમ હોવાની મનીષ વઘાસિયાએ ગાંધીનગર જઇને રજૂઆત કરી હતી
પોતે સક્ષમ હોવાની મનીષ વઘાસિયાએ ગાંધીનગર જઇને રજૂઆત કરી હતી. જેમાં મનીષ વઘાસિયાએ નકલી લેટર ફોડ્યો હોવાનો ખુલાસો થયો છે. જેમાં પોલીસે આરોપીઓના એક દિવસના મેળવ્યા રિમાન્ડ છે. જેમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સામે ડુપ્લીકેટ લેટર કાંડ મામલે નકલી લેટરકાંડના આરોપી મનીષ વઘાસીયા સહિત 4 આરોપીઓ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસ સામે પોપટ બનેલા મનીષ વઘાસીયાએ પોલીસ સામે શરણાગતિ સ્વીકારી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે અમરેલી તાલુકા ભાજપ (BJP) ના પ્રમુખ બનવા માટે ડુપ્લિકેટ લેટર કાંડ કર્યું હતુ.
આ પણ વાંચો: Gujarat: પરંપરા વાનગી તરીકે શિયાળાની સિઝનમાં ઉંબાડિયાની ભારે બોલબાલા
પોલીસે આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા
પોલીસ તપાસમાં અમરેલી તાલુકા ભાજપ (BJP)ના પ્રમુખ બનવા માટે કારસ્તાન કર્યું હતુ. જેમાં અમરેલી તાલુકા ભાજપ (BJP)ના 7 દાવેદારો હતા ત્યારે ગાંધીનગર જઈને મનીષ વઘાસીયાએ પોતે સક્ષમ હોવાની રજૂઆત કરી હતી. જેમાં અમરેલી તાલુકા ભાજપ (BJP) નું નામ જાહેર ન થતા મનીષ વઘાસીયાએ ડુપ્લિકેટ લેટરકાંડ કરીને તાલુકા ભાજપ (BJP) પ્રમુખ બનવા ષડયંત્ર કર્યું હતુ. કૌશિક વેકરીયાને બદનામ કરીને મનીષ વઘાસીયાને અમરેલી તાલુકા ભાજપ (BJP) પ્રમુખ બનવુ હતુ. પોલીસે મોબાઈલ કબ્જે કરીને કોણ કોણ આ ડુપ્લિકેટ લેટરકાંડમાં સામેલ હોવાની શક્યતાને લઈને તપાસ આગળ વધારી છે. જેમાં વધુ ભાજપના નેતાઓ સામેલ હોવાની શક્યતાને લઈને પોલીસે આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ પણ વાંચો: Gujarat: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કેસમાં મોટો ખુલાસો થતા શિક્ષણ વિભાગમાં ભૂકંપ આવ્યો