Rajkot: શુદ્ધ પાણીના દાવા ફેલ, 22 સેમ્પલ ફેઇલ છતાં વિતરણ ચાલુ
રાજકોટમાં શુદ્ધ પાણી આપવાના તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે, કારણ કે મે મહિનાના લેબ રિપોર્ટમાં 22 પાણીના સેમ્પલ ફેઇલ હોવાનું સામે આવ્યું છે. 9 લાખ લોકોને દૂષિત પાણી મળવાને કારણે રોગચાળો વકરી રહ્યો છે. વોર્ડ નંબર 3 સહિતના વિસ્તારોમાં દોઢ વર્ષથી ગંદા પાણીની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ ન લાવવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement
Rajkot RMC Lab Report Exposed: રાજકોટ (Rajkot) શહેરમાં નાગરિકોને શુદ્ધ અને પીવાલાયક પાણી પૂરું પાડવાના તંત્રના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા લેબ રિપોર્ટ (Lab Report) ના આધારે એ વાતનો ખુલાસો થયો છે કે રાજકોટના અંદાજે 9 લાખ લોકોના આરોગ્ય સાથે ગંભીર ખિલવાડ થઈ રહ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા મે મહિનાના લેબ રિપોર્ટ એક મહિના સુધી છુપાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

