ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat First Impact : Jasdan માં શિક્ષકોને જવાબદારી મુદ્દે પરિપત્ર રદનો આદેશ

જસદણ પ્રાંત અધિકારીએ હુકમ રદ કરતાં જણાવ્યું હતું કે ઘેલા સોમનાથ મંદિરમાં ભોજન વ્યવસ્થામાં શિક્ષકોને જવાબદારી સોંપાતાં વિવાદ થયો હતો
01:57 PM Jul 24, 2025 IST | SANJAY
જસદણ પ્રાંત અધિકારીએ હુકમ રદ કરતાં જણાવ્યું હતું કે ઘેલા સોમનાથ મંદિરમાં ભોજન વ્યવસ્થામાં શિક્ષકોને જવાબદારી સોંપાતાં વિવાદ થયો હતો
Gujarat First Impact, Circular, Teacher, Jasdan Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ત્વરિત અસર થઇ છે. જેમાં જસદણમાં શિક્ષકોને જવાબદારી મુદ્દે પરિપત્ર રદનો આદેશ આપ્યો છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું પરિપત્ર મુદ્દે નિવેદન સામે આવ્યું છે. જેમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે જેને સ્વેચ્છાએ જવું હોય એ જઈ શકે છે. શાળાના સમય બાદ સેવા આપી શકે છે. લોકમેળામાં VIP ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ હતી. તેમાં જસદણના પ્રાંત અધિકારી ખાંભરાએ આદેશ કર્યો હતો.

જસદણ પ્રાંત અધિકારીએ હુકમ રદ કર્યો

જસદણ પ્રાંત અધિકારીએ હુકમ રદ કરતાં જણાવ્યું હતું કે ઘેલા સોમનાથ મંદિરમાં ભોજન વ્યવસ્થામાં શિક્ષકોને જવાબદારી સોંપાતાં વિવાદ થયો હતો. શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપવા જશે. ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શાંતુભાઈ મોડાએ જણાવ્યું હતું કે ઘેલા સોમનાથ મંદિરમાં શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા હુકમ રદ કરાયો છે. શિક્ષકો સ્વેચ્છાએ દર વર્ષે સેવા આપવા જતા હોય છે. અમારે હુકમની કોઈ જરૂર હોતી નથી. શિક્ષકો મંદિરમાં સેવા કરવા જશે. કોઈ અધિકારી દ્વારા દબાણ કે પ્રેશર આપવામાં આવતું નથી.

જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક અનોખો અને વિવાદિત નિર્ણય સામે આવ્યો છે, જેને શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. ઘેલા સોમનાથના સુપ્રસિદ્ધ શ્રાવણી મેળા દરમિયાન VVIP ભક્તો માટેની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની સમગ્ર જવાબદારી 30 જેટલા શિક્ષકોને સોંપવામાં આવી છે. આ નિર્ણયથી આખો શ્રાવણ મહિનો શિક્ષકો VVIP ની સેવામાં વ્યસ્ત રહેશે, જેને કારણે તેમના મૂળભૂત શૈક્ષણિક કાર્ય પર અસર પડવાની આશંકા સેવાઈ રહી હતી. મંદિર ટ્રસ્ટ અને નાયબ કલેકટરના આદેશ મુજબ, જસદણના શિક્ષકોને શ્રાવણી મેળામાં VVIP ની ભોજન વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરીનું સુપરવિઝન જસદણના TPEO (તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી) ને સોંપાયું હતુ. પ્રાપ્ત માહિતી પ્રમાણે, દરરોજ બે-બે શિક્ષકોને આ જવાબદારી નિભાવવા માટે ફરજ સ્થળે નિયમિત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. શિક્ષકોને VVIP ભોજનના સંચાલનની કામગીરી સોંપતો સત્તાવાર હુકમ કર્યા બાદ બાદ શિક્ષણવિદો અને વાલીઓ સહિત અનેક વર્ગોમાં ભારે નારાજગી અને વિરોધનો સૂર ઉઠ્યો હતો.

આ પણ વાંચો: Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે, રૂ.358 કરોડના વિકાસ કામોની આપી ભેટ

 

Tags :
circularGujarat FirstGujarat First impactGujarati NewsGujarati Top NewsJasdan Gujarat NewsTeacherTop Gujarati News
Next Article