Gujarat First Impact: Operation Asur બાદ જાગી રાજકોટ ગ્રામ્ય પોલીસ, બંધ કરાવ્યાં દારૂના અડ્ડા
- માત્ર અડધો કલાકમાં જ રાજકોટની પોલીસ થઇ દોડતી!
- ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડાનો કર્યો હતો પર્દાફાશ
- શાપર વેરાવળમાં ધમધમતો હતો દારૂનો અડ્ડો!
Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર તો થાય છે, ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર થઈ છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ માત્ર ગણતરીના કલાકમાં જ રાજકોટ પોલીસ દોડતી થઈ છે. ગુજરાતમાં ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરની ધારદાર અસર છે. માત્ર અડધો કલાકમાં જ રાજકોટની પોલીસ દોડતી થઈ અને કાર્યવાહીનો દોર શરૂ કરી દીધો. પરંતુ આ પહેલા શું પોલીસને જાણ નહોતી? તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચો: Gujarat: શરાબના સૌદાગરોની પોલીસને ખુલ્લી ચેલેન્જ, ગુજરાત ફર્સ્ટને મળ્યાં દારૂબંધીની પોલ ખોલતા Video
દારૂના અડ્ડા બંધ કરાવવા રાજકોટ ગ્રામ્ય પોલીસ દોડતી થઇ
રાજકોટમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. શાપર વેરાવળમાં દારૂનો અડ્ડો ધમધમતો હતો. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ દારૂના અડ્ડા બંધ કરાવવા રાજકોટ ગ્રામ્ય પોલીસ દોડતી થઇ છે. અને કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, અત્યારે શાપર વેરાવળ વિસ્તારમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પોલીસે સક્રિય થઈ છે. તેમ છતાં પણ પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉભા થયા છે. કારણ કે, અહીં ઘણા સમયથી દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે. જેથી દારૂના અડ્ડા પર કાર્યવાહીના માત્ર નાટક છે.
આ પણ વાંચો: Gujarat First: ઓપરેશન અસુરના રાજ્યવ્યાપી પડધા! શરાબના સોદાગરો પર ત્રાટકી પોલીસ!
આખરે આટલા સમયથી કેમ પોલીસે ન કરી કાર્યવાહી?
અહીં ઘણા સમયથી દારૂ વેચાઈ રહ્યો છે, એક જ સ્થાન પર 500 થી પણ વધારે લોકો ખુલ્લેઆમ દારૂ પીતા હોવાનો વીડિયો ગુજરાત ફર્સ્ટને મળ્યો હતો. વીડિયોના દ્રશ્યો પ્રમાણે મોટી સંખ્યામાં દારૂડિયાઓનો મેળો જામતો હતો. ખુલ્લેઆમ ચાલતા અડ્ડા પર અત્યાર સુધી કેમ પોલીસની નજર ના પડી? મીડિયામાં આવે, પછી જ પોલીસને કાર્યવાહી ભાન કરવાનું આવે છે? આ પહેલા કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી. પ્રશ્ન એ પણ થાય છે કે, શું ખરેખર પોલીસ બુટલેગરોને છાવરે છે? જો ના! તો દારૂબંધી હોવા છતાં કેમ દારૂ વેચાય છે? અને જો હા! તો તે પોલીસ માટે ખુબ જ શરમની વાત છે.
આ પણ વાંચો: Ahmedabad: ટ્રક પાછળ ખાનગી લકઝરી બસ અથડાતા અકસ્માત; ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત, બે ઘાયલ