Rajkot: ગ્રામ્યમાં રેન્જ બાદ SMCનો સપાટો, વિજય ખાચરના ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રેન્જ આઈજીની કાર્યવાહી બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. વિંછીયા વિસ્તારમાં આવેલ વિજય ખાચરના ફાર્મ હાઉસ પર કરવામાં આવેલી આ ઓચિંતી રેડમાં લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે
Advertisement
SMC Raid Rajkot Vinchhiya: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અસમાજિક તત્વો અને બુટલેગરો સામે પોલીસ તંત્ર દ્વારા સકંજો વધુ કડક કરવામાં આવ્યો છે. રેન્જ કક્ષાની કાર્યવાહી બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ પણ મેદાનમાં આવી ગઈ છે અને વિંછીયા વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. SMC ની ટીમે બાતમીના આધારે વિંછીયા પંથકમાં આવેલ વિજય ખાચરના ફાર્મ હાઉસ પર ઓચિંતી રેડ પાડીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

