ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UCC: ‘ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ’ UCC મુદ્દે ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહનું નિવેદન

Uniform Ciivil Code: ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહે કહ્યું કે, 18 વર્ષ કરતા નાની ઉંમરમાં લગ્ન થતા તેમાં આ કાયદાને કારણે સમાન થશે. આ સાથે બહુ પત્નીત્વ જેવા કાયદાને કારણે નારીઓનું શોષણ થતું અટકી જશે,
04:13 PM Feb 04, 2025 IST | VIMAL PRAJAPATI
Uniform Ciivil Code: ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહે કહ્યું કે, 18 વર્ષ કરતા નાની ઉંમરમાં લગ્ન થતા તેમાં આ કાયદાને કારણે સમાન થશે. આ સાથે બહુ પત્નીત્વ જેવા કાયદાને કારણે નારીઓનું શોષણ થતું અટકી જશે,
UCC
  1. ભાજપ શાસિત રાજ્યોમાં UCC લાગુ કરવામાં આવશે:ડૉ.દર્શીતા શાહ
  2. તમામ નગરિકોને સમાન હક્ક અને કાયદો લાગુ પડશે:ડૉ.દર્શીતા શાહ
  3. અશાંતધારાનો જે રીતે નિયમ છે તેની જરૂરીયાત મુજબ અમલવારી લાગશેઃ ડૉ.દર્શીતા શાહ

Uniform Ciivil Code: ગુજરાતમાં હવે UCC લાગુ કરવાની તમામ તૈયારી શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે તેના માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના દેસાઈ રહેવાની છે. 5 સભ્યોની આ કમિટી 45 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે, જેના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેતી રહેશે. રસપ્રદ વાત એ છે કે, રંજના દેસાઈ પહેલાં ઉત્તરાખંડમાં પણ UCCની કમિટીમાં સામેલ હતાં. આ કમિટીમાં પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકોર, પૂર્વ IAS અધિકારી સી.એલ મીણા, એડવોકેટ આર.સી કોડેકર, અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફ પણ સામેલ થશે.

આ પણ વાંચો: Uniform Civil Code મુદ્દે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ જાહેરાત

45 દિવસમાં આ કમિટી રિપોર્ટ રજૂ કરશેઃ ડૉ.દર્શીતા શાહ

મહત્વની વાત એ છે કે, UCC મુદ્દે ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહે કહ્યું કે, ‘ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ’, વધુમાં કહ્યું કે, 45 દિવસમાં આ કમિટી રિપોર્ટ રજૂ કરશે, ભાજપ શાસિત રાજ્યોમાં UCC લાગુ કરવામાં આવશે અને તમામ નગરિકોને સમાન હક્ક અને કાયદો લાગુ પડશે. આ સાથે સાથે અશાંતધારાનો જે રીતે નિયમ છે તેની જરૂરીયાત મુજબ અમલવારી લાગશે.’ વધુમાં તેમણે કહ્યું કે, 18 વર્ષ કરતા નાની ઉંમરમાં લગ્ન થતા તેમાં આ કાયદાને કારણે સમાન થશે. આ સાથે બહુ પત્નીત્વ જેવા કાયદાને કારણે નારીઓનું શોષણ થતું અટકી જશે.

આ પણ વાંચો: UCC નવો કાયદો નહીં પરંતુ બંધારણની મૂળ ભાવનાનો અર્ક છે: હર્ષભાઇ સંઘવી

"તમામ નગરિકોને સમાન હક્ક અને કાયદો લાગુ પડશે:ડૉ.દર્શીતા શાહ

આ સાથે કમિટીની વાત કરવામાં આવે તો, યુસીસી કઇ રીતે લાગુ કરી શકાય કે જેથી કોઇની ભાવનાને નુકસાન ન પહોંચે અને સમગ્ર રાજ્યમાં કાયદો લાગુ કરી શકાય અને તેના કેવા નિયમો હોવા જોઇએ તે અંગે સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના વડા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના દેસાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સામાજિક તાણાવાણાને સમજવા માટે સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષેશ ઠાકર (પૂર્વ ચાન્સેલર), આર.સી કોડેકર (એડ્વોકેટ) અને સી.એલ મીણા (પૂર્વ આઇએએસ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsUCCUniform Ciivil CodeUniform Ciivil Code NewsUniform Ciivil Code SamacharUniform Ciivil Code UpdateWhat is UCC?why UCCયુનિફોર્મ સિવિલ કોડયુનિફોર્મ સિવિલ કોડ અપડેટયુનિફોર્મ સિવિલ કોડ શું છેયુનિફોર્મ સિવિલ કોડ સમાચારયુસીસીયુસીસી શા માટેયુસીસી શું છે?
Next Article