ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Hospital Scam : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ધર્મિષ્ઠા ગજ્જરની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

ગુજરાત ફર્સ્ટનાં અહેવાલનાં ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે.
11:05 PM Feb 17, 2025 IST | Vipul Sen
ગુજરાત ફર્સ્ટનાં અહેવાલનાં ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે.
Hospital_Gujarat_first
  1. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલના ગાંધીનગર સુધી પડ્યા પડઘા! (Gujarat Hospital Scam)
  2. રાજકોટની હોસ્પિટલનાં CCTV વાઇરલ થયા બાદ આરોગ્યમંત્રીનું નિવેદન
  3. આ પ્રકારની ઘટના નીંદનીય છે : ઋષિકેશ પટેલ
  4. બાળ આયોગનાં ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરનું નિવેદન
  5. રાજ્ય સરકાર આ મુદ્દે ગંભીરતાથી કાર્યરત છે : ધર્મિષ્ઠા ગજ્જર

Gujarat Hospital Scam : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ (Khyati Hospital Scam) પછી એક બાદ એક હોસ્પિટલોનાં કૌભાંડ બહાર આવી રહ્યા છે. રાજકોટની (Rajkot) પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સગર્ભા મહિલા દર્દીઓનાં ચેકઅપનાં અંગત ક્ષણનાં CCTV ફૂટેજ વાઇરલ થવા અંગેનાં કૌભાંડનો ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ સાઇબર ક્રાઇમની ટીમે હોસ્પિટલ પહોંચીને તપાસ આદરી હતી. ત્યારે હવે ગુજરાત ફર્સ્ટનાં અહેવાલનાં ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) અને બાળ આયોગનાં ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરનું (Dharmishtha Gajjar) નિવેદન સામે આવ્યું છે.

બહેન-દીકરીઓનાં મેડિકલ ચેકઅપનાં વીડિયો વેચાતા હોવાનું કૌભાંડ!

હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓનાં ગોપનીય વીડિયો વેચવાનાં વિકૃત કૌભાંડનો (Gujarat Hospital Scam) ગુજરાત ફર્સ્ટે પર્દાફાશ કર્યો છે. કેટલાક નરાધમો દ્વારા ટેલિગ્રામ અને યુટ્યૂબ જેવી સોશિયલ મીડિયા ચેનલો પર મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક પરિક્ષણનાં સંવેદનશીલ વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ કૃત્ય માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી, પરંતુ માનવતાને પણ શરમાવે તેવું છે. ગુજરાતની બહેન-દીકરીઓનાં મેડિકલ ચેકઅપનાં વીડિયો પૈસાથી વેચાતા હોવાનાં ખુલાસા બાદ રાજકોટનાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલ (Payal Maternity Hospital) ક્રાઈમ બ્રાન્ચની રડાર પર આવી છે. આ હોસ્પિટલનાં જ વીડિયો હોવાનો સંચાલકોએ કબૂલ્યું છે.

આ પણ વાંચો - Dwarka : રાજકોટ બાદ હવે ખંભાળિયાની હોસ્પિટલનાં CCTV ફૂટેજ વાઇરલ થતાં હડકંપ!

કેમેરા હેક થયા છે કે કેમ તે અંગે તપાસ કરાશે : ઋષિકેશ પટેલ

આ મામલે હવે આરોગ્ય વિભાગ (Gujarat Health Department) પણ હરકતમાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) કહ્યું કે, આ પ્રકારની ઘટના નીંદનીય છે. ઘટનાને લઈ પોલીસ તપાસ સોંપાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ પગલાઓ લેવામાં આવશે. કેમેરા હેક થયા છે કે કેમ તે અંગે તપાસ કરાશે. આ સાથે આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ક્યાંય પણ દર્દીની ગોપનીયતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો - Gujarat Hospital Scam : સગર્ભા મહિલાનાં ચેકઅપનાં CCTV ફૂટેજ વાઇરલ થવા મામલે હોસ્પિ. તંત્રે શું કહ્યું ?

આવા કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરાશે : ધર્મિષ્ઠા ગજ્જર

બીજી તરફ આ મામલે બાળ આયોગનાં ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરનું (Dharmishtha Gajjar) નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હોસ્પિટલનાં CCTV વાઇરલ થવા એ ખૂબ જ નીંદનીય છે. તમામ મહિલાઓ માટે આ અશોભનીય કૃત્ય છે. રાજ્ય સરકાર આ મુદ્દે ગંભીરતાથી કાર્યરત છે. આવા કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. તમામ વિભાગોની ટીમ આરોપી પાછળ લાગી છે. આરોપીને યોગ્ય સજા મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. ધર્મિષ્ઠા ગજ્જરે વધુમાં કહ્યું કે, આમાં હોસ્પિટલની પણ બેદરકારી છે.

આ પણ વાંચો - સગર્ભા મહિલાઓનાં ચેકઅપનાં CCTV ફૂટેજ Rajkot ની હોસ્પિટલનાં! ચોંકાવનારો ઘટસ્ફોટ

Tags :
cyber crimeDharmishtha GajjarGUJARAT FIRST NEWSGujarat health departmentGujarat Hospital ScamKhyati Hospital ScamPayal Maternity Hospital ScamRAJKOTRushikesh PatelTelegramTop Gujarati Newsyoutube
Next Article