Gujarat Khodaldham: ખોડલધામ દેશભક્તિના રંગે રંગાયુ, ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું
- Gujarat Khodaldham: ખોડલધામ મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી
- ખોડલધામ મંદિર ખાતે અન્નકૂટ, ધ્વજારોહણ યોજાયો
- ખોડિયાર જયંતિ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
Gujarat Khodaldham: આજે સમગ્ર દેશમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર દેશભક્તિના ગીતો સંભળાય રહ્યા છે. ત્યારે રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે પણ ત્રિરંગો લહેરાવી મંદિરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ખોડલધામ મંદિરમાં આજે માતાજીને કેસરી, સફેદ અને લીલા રંગથી બનેલો ફૂલનો હાર ચડાવવામાં આવ્યો હતો.
વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું
આજે મહાસુદ આઠમના દિવસેમાં ખોડલ માતાની જયંતિ નિમિતે ખોડલધામ ખાતે અન્નકોટ, ઘ્વજા રોહણ, યજ્ઞ સાથે સાથે પ્રજાસત્તાક દિવસ જેવા ત્રિવિધ કાર્યક્રમ દ્વારા ખોડલ જયંતીની ભાવિકોના ઘોડાપુર વચ્ચે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનું વિખ્યાત અને સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ખાતે આજે મહાસુદ આઠમના દિવસે ખોડલ જયંતિ નિમિતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
Gujarat Khodaldham: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા માં ખોડલને અન્નકુટ છપ્પનભોગ ધરાવાયા
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા માં ખોડલને અન્નકુટ છપ્પનભોગ ધરાવાયા છે, તેમજ આજે ખોડલ માતાજીના પ્રાગટ્ય દિવસને લઈ દિવસ દરમિયાન સાત જેટલી ધ્વજા રોહણ કરવામાં આવશે, આજે ખોડિયાર જયંતીએ ખોડલધામ મંદીરે સૌ કોઈ માં ખોડલને દર્શન કરી ધન્યતા અનુભવશે.સાથે સાથે આજે ખોડલધામ ખાતે 77 મો પ્રજાસત્તાક દિવસ પણ ઉજવાય રહ્યો છે, જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ખોડલધામના તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીત ગાઈને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. તેમજ મો મીઠુ કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ખોડલધામ મંદિર પરિસરને તિરંગાથી શુસોભીત કરાયું
આ પ્રસંગે ખોડલધામ મંદિર પરિસરને તિરંગાથી શુસોભીત કરાયું છે. તેમજ ખોલડ માતાની પ્રતિમાને પણ તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ખોડલધામ મંદિર જ્યારથી નિર્માણ થયું ત્યારથી જ ધર્મની ધજા સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ કાયમી માટે ફરકે છે જે કદાચ વિશ્વનું એક માત્ર ખોડલધામ મંદિર છે. આજે દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ખોડલધામ કાગવડ ખાતે પણ રાષ્ટ્રના રંગે રંગાઈને ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ હતી. ખોડલધામ મંદિર પરિસરમાં ભાવિકો ભારત માતાના તેમજ ખોડલ માતાના જયજયકાર સાથે ગરબે ઘૂમ્યા છે. પ્રજાસત્તાક દિવસ અને સાથે આજે માં ખોડિયાર માતાજીની જન્મ જયંતિ દિવસે હજારો ભાવિકોએ ખોડલ માતાજીને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી રહ્યાં છે.
આ પણ વાંચો: Gujarat: અકસ્માત સર્જ્યા બાદ પીધેલી હાલતમાં દારૂની બોટલ ગાડી પર મૂકી


