ગોંડલ : પોલીસ ભરતીમાં કરુણ ઘટના: 5 કિમીની દોડ પાસ કર્યા બાદ કોડીનારના યુવકનું હાર્ટ એટેકથી મોત
- રાજકોટમાં પોલીસ ભરતીની દોડ પાસ કર્યા બાદ યુવકનું મોત (Police Recruitment Heart Attack)
- ગોંડલ SRP ગ્રાઉન્ડ પર દોડ બાદ હાર્ટ એટેક આવતાં મોત
- કોડીનારના 27 વર્ષીય નીતિન ચૌહાણનું નિપજ્યું મોત
- 5 કિમીની દોડ નિર્ધારિત સમયમાં જ કરી હતી પૂર્ણ
- ગ્રાઉન્ડની બહાર નીકળતા જ છાતીમાં દુખાવો ઉપડ્યો
- હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવાને જીવ ગુમાવ્યો
Police Recruitment Heart Attack : ગુજરાત પોલીસ ભરતી (Gujarat Police Recruitment) પ્રક્રિયા હાલ રાજ્યભરમાં ચાલી રહી છે, ત્યારે ગોંડલ (Gondal) ના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતેથી એક અત્યંત આઘાતજનક અને આંખ ભીની કરી દેનારી ઘટના સામે આવી છે. ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગરના વતની 27 વર્ષીય નીતિનભાઈ ચૌહાણનું શારીરિક કસોટી (Physical Test) પાસ કર્યાની ગણતરીની મિનિટોમાં જ હાર્ટ એટેક (Heart Attack) થી કરુણ મોત નીપજ્યું છે.
23 મિનિટમાં દોડ પૂરી કરી અને કાળ ત્રાટક્યો (Police Recruitment Heart Attack)
મૃતક નીતિનભાઈ હરસુખભાઈ ચૌહાણ છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ વિભાગમાં જોડાવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. સવારે ગોંડલ એસ.આર.પી. ગ્રાઉન્ડ (SRP Ground) પર તેઓ શારીરિક કસોટી માટે હાજર રહ્યા હતા. નિયમ મુજબ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે, પરંતુ નીતિનભાઈએ આ દોડ માત્ર 23 મિનિટમાં જ પૂર્ણ કરી સફળતા મેળવી હતી. જોકે, પરીક્ષા પાસ કરીને બહાર નીકળ્યા બાદ મિત્રના રૂમ તરફ જતી વખતે તેમને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. સાથે રહેલા 6-7 મિત્રો તેમને તાત્કાલિક બાઈક પર ગોંડલ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લઈ ગયા હતા. જો કે, તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
રાજકોટમાં પોલીસ ભરતીની દોડ પાસ કર્યા બાદ યુવકનું મોત
ગોંડલ SRP ગ્રાઉન્ડ પર દોડ બાદ હાર્ટ એટેક આવતાં મોત
કોડીનારના 27 વર્ષીય નીતિન ચૌહાણનું નિપજ્યું મોત#Rajkot #Gondal #PoliceBharti #HeartAttack #TragicNews #Kodinar #GujaratPolice #YouthDeath #GujaratFirst pic.twitter.com/h10ED7SGGN— Gujarat First (@GujaratFirst) February 2, 2026
Police Recruitment Heart Attack : માત્ર 3 માર્ક્સ માટે PSI બનવાનું ચૂકી ગયા હતા
આ ઘટના વધુ કરુણ એટલા માટે છે કે નીતિનભાઈ એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે એક વર્ષ પહેલાં પીએસઆઈ (PSI Exam) ની પરીક્ષા આપી હતી. જૂનાગઢમાં ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કર્યા બાદ, રાજકોટ (Rajkot) ખાતે લેખિત પરીક્ષા આપી હતી. જેમાં 220 માર્ક્સમાંથી તેમને 217 માર્ક્સ આવ્યા હતા. માત્ર 3 માર્ક્સ માટે તેઓ પીએસઆઈ બનતા રહી ગયા હતા. આમ છતાં, હિંમત હાર્યા વગર તેમણે ફરીથી લોકરક્ષક દળ (LRD Recruitment) માટે તૈયારી શરૂ કરી હતી, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.
માસ્ટર ડિગ્રી ધરાવતો યુવાન, એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
નીતિનભાઈએ બીએસસી (BSc) અને એમએસસી (MSc) જેવી માસ્ટર ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. તેમના પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને નીતિનભાઈ બે ભાઈઓમાં નાના હતા. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે કારણ કે હજુ એક વર્ષ પહેલાં જ તેમના લગ્ન થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં જ પત્નીએ પતિ ગુમાવતા સમાજમાં ઘેરો શોક ફેલાયો છે.
પોલીસ કાફલો દોડી આવ્યો, એમ્બ્યુલન્સ સેવા મદદે આવી
યુવાનના મોતની જાણ થતા જ ગોંડલ એ-ડિવિઝન પી.આઈ. એલ.આર. ગોહિલ (PI L.R. Gohil) સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મુશ્કેલ સમયમાં મૃતદેહને વતન કોડીનાર લઈ જવા માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ (Shivam Sarvajanik Trust) ના પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમની ટીમે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડી હતી, જેનો પરિવારે આભાર માન્યો હતો.
આ પણ વાંચો : ગોંડલમાં 14મો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો : દીકરીઓને 100થી વધુ જીવન જરૂરી વસ્તુઓનું કરિયાવર


