ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ પર માવઠાનું ઘેરું સંકટ, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયુ

Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ પર માવઠાનું ઘેરું સંકટ! અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. તેમજ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ વરસ્યો.
02:13 PM Oct 30, 2025 IST | SANJAY
Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ પર માવઠાનું ઘેરું સંકટ! અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. તેમજ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ વરસ્યો.
Gujarat Rain, Rain fell, Navratri, Garba Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ પર માવઠાનું ઘેરું સંકટ! અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં દોઢ ઇંચ, જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ પડ્યો છે. NDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. તેમજ ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા અપીલ કરાઈ છે.

Gujarat Rain: હાલમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદના કારણે તાપમાન ઘટ્યું

ગુજરાતમાં તાપમાનમાં ફેરફાર અંગેની માહિતી આપતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદના કારણે તાપમાન ઘટ્યું છે, ગુજરાતમાં આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તે પછી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે.

ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી

રાજ્યમાં આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં મોટા ઘટાડાની શક્યતા નથી. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. તેમજ શુક્રવારે 31મી તારીખે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ આજે ગુરુવારે 30મી તારીખે વરસાદની તીવ્રતા વધતી દેખાઈ રહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat Rain: અંબાલાલ પટેલે કમોસમી વરસાદની મોટી આગાહી કરી

 

Tags :
AhmedabadArabian Seagujarat rainKutchSaurashtra
Next Article