Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rajyasabha Election 2026: સૌરાષ્ટ્રમાંથી કોનું નસીબ ખૂલશે? અંજલિબેન રૂપાણીનું નામ ચર્ચાની મોખરે! મોટા નામો રેસમાં!

Saurashtra Political News: ગુજરાતમાં જૂનના પ્રથમ સપ્તાહમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાશે. ભાજપના રામભાઈ મોકરીયા, નરહરી અમીન, રમીલાબહેન બારા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂર્ણ થતાં રાજકારણ ગરમાયું છે. સંખ્યાબળના આધારે ચોથી બેઠક ભાજપને બોનસમાં મળશે. સૌરાષ્ટ્રમાંથી સામાજિક સમીકરણોના આધારે ઉદ્યોગપતિ કે રાજકીય અગ્રણીની પસંદગી થશે, જેમાં મહિલા પ્રતિનિધિ તરીકે અંજલિબેન રૂપાણીનું નામ ચર્ચામાં છે.
gujarat rajyasabha election 2026  સૌરાષ્ટ્રમાંથી કોનું નસીબ ખૂલશે  અંજલિબેન રૂપાણીનું નામ ચર્ચાની મોખરે  મોટા નામો રેસમાં
Advertisement

Rajya Sabha Candidate BJP: ગુજરાત (Gujarat) રાજ્યમાં આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યસભાની (Rajya Sabha) ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષ ભાજપ (BJP) માં ઉમેદવારોના નામોની પસંદગીને લઈ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. દિલ્હીથી લઈને ગુજરાત સુધી બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને હાઈકમાન્ડ કયા નામો પર મહોર મારશે તેને લઈને રાજકીય અટકળો તેજ બની છે.

ચાર સાંસદોની ટર્મ પૂર્ણ: કોંગ્રેસની બેઠક ભાજપ માટે 'બોનસ'

હાલમાં ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જેમાં ભાજપના રામભાઈ મોકરીયા (Rambhai Mokariya), નરહરી અમીન (Narhari Amin) અને રમીલાબહેન બારા (Ramilaben Bara) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિપક્ષ કોંગ્રેસ (Congress) ના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) ની ટર્મ પણ પૂર્ણ થઈ રહી છે. રાજ્ય વિધાનસભાના વર્તમાન સંખ્યાબળને જોતાં કોંગ્રેસ પાસે બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ નથી, જેના કારણે શક્તિસિંહ ગોહિલની આ બેઠક હવે ભાજપના ખાતામાં જશે. આમ, ભાજપ માટે આ ચૂંટણીમાં એક બેઠક 'બોનસ' સાબિત થવાની છે અને ચારેય બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે.

Advertisement

સૌરાષ્ટ્ર બેઠક પર સસ્પેન્સ: અંજલિબેન રૂપાણીનું નામ ચર્ચામાં

વર્તમાન સાંસદ રામભાઈ મોકરીયા નિવૃત્ત થઈ રહ્યા હોવાથી સૌરાષ્ટ્ર (Saurashtra) વિસ્તારમાંથી નવા ચહેરા તરીકે કોની પસંદગી થશે તેના પર સૌની નજર મંડાયેલી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપ સૌરાષ્ટ્રની આ બેઠક પોતાના કબજામાં યથાવત રાખશે. આ બેઠક માટે કોઈ મોટા ઉદ્યોગપતિ અથવા અગ્રણી રાજકીય નેતાની પસંદગી થઈ શકે છે. ભાજપ સ્થાનિક સામાજિક સમીકરણો અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જ આખરી નિર્ણય લેશે. આ દરમિયાન મહિલા પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપવાની વાત પણ સામે આવી રહી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી (Anjaliben Rupani) નું નામ ખૂબ જ જોરશોરથી ચર્ચામાં ચાલી રહ્યું છે.

Advertisement

પક્ષ પ્રત્યે વફાદારી અને ક્લીન ઈમેજ

ભાજપ હંમેશાં મહિલા સશક્તિકરણ અને સંગઠનમાં મહિલાઓની ભાગીદારી પર ભાર મૂકે છે. રમીલાબહેન બારાની ટર્મ પૂરી થતી હોવાથી મહિલા ક્વોટા જાળવી રાખવા માટે અંજલિબેન મજબૂત દાવેદાર બને છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની હોવાની સાથે અંજલિબેન પોતે પણ રાજકોટ અને સૌરાષ્ટ્ર ભાજપના સંગઠનમાં વર્ષોથી સક્રિય છે. જૈન સમાજ ઉપરાંત સર્વસમાજમાં તેમની સ્વીકાર્યતા છે. વિજયભાઈ રૂપાણીએ પક્ષના આદેશ પર સહેલાઈથી મુખ્યમંત્રી પદ છોડ્યું હતું, તેથી હાઈકમાન્ડ આ વફાદારીનું ઈનામ અંજલિબેનને રાજ્યસભાની ટિકિટ આપીને આપી શકે છે.

ભાજપ હાઈકમાન્ડ દર વખતની જેમ 'સરપ્રાઈઝ' આપશે?

ભાજપ હંમેશાં તેની પરંપરાગત શૈલીથી હટીને પક્ષના વફાદાર અને ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોને તક આપીને ચોંકાવવા માટે જાણીતું છે. પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડી આ વખતે પણ કોઈ અણધાર્યા ચહેરાને રાજ્યસભામાં મોકલીને 'સરપ્રાઈઝ' આપી શકે છે. દાવેદારોની યાદી લાંબી છે, પણ આખરી નિર્ણય જૂનના પ્રથમ સપ્તાહમાં જ સ્પષ્ટ થશે.

આખરી નિર્ણય ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જ જાહેર થશે, પરંતુ એટલું ચોક્કસ છે કે પસંદગીમાં જ્ઞાતિ, મહિલા શક્તિ અને આગામી ચૂંટણીઓના ગણિતને સર્વોપરી રાખવામાં આવશે.

આ પણ વાંચો: Explainer: જનતા વોટ નથી આપતી, તો Rajya Sabha ના MPs કેવી રીતે ચૂંટાય છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Tags :
Advertisement

.

×